અંબાજીઃ દાંતા નજીકની નદીમાં પિતા-પુત્ર તણાયા, મોડી સાંજે NDRF દ્વારા બંનેની શોધખોળ
બનાસકાંઠાઃ દાંતામાં વહેતી ધામણી નદીમાં આજે ભારે વરસાદને પગલે પાણી ધસમસી રહ્યું છે ત્યારે એક પિતા અને પુત્ર આ નદીના વહેણમાં તણાયા હોવાની વિગતો સામે…
ADVERTISEMENT
બનાસકાંઠાઃ દાંતામાં વહેતી ધામણી નદીમાં આજે ભારે વરસાદને પગલે પાણી ધસમસી રહ્યું છે ત્યારે એક પિતા અને પુત્ર આ નદીના વહેણમાં તણાયા હોવાની વિગતો સામે આવી છે. આ અંગે તંત્રને જાણ કરવામાં આવતા એનડીઆરએફની ટીમ અહીં સ્થળ પર દોડી આવી હતી. ધસમસતી ધામણીના પાણીમાં ઉતરી તમામ ટીમે સાથે મળીને પિતા પુત્રને શોધવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. જોકે બીજી તરફ દિવસ ઢળી રહ્યો હોઈ વિઝનમાં પણ ઘણી તકલીફો પડી રહી હતી.
અંધારામાં કામગીરી ના થઈ શકતા શોધખોળ અટકાવી
દાંતા નજીકના રંગપુર ખાતે નદીમાં બે વ્યક્તિ તણાયા હોવાની વિગતો સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર નદી ઓળંગવા જતી વખતે નદીમાં પુત્ર ખેંચાઈ ગયો હતો જેને બચાવવા પિતાએ પણ પ્રયત્નો કર્યા તો તેઓ પણ વહેણમાં તણાઈ ગયા હતા. જેને લઈને બંને નદીમાં ક્યાં ગયા કોઈ શોધી શક્યું ન્હોતું. આ મામલાની જાણ તંત્રને કરવામાં આવતા ધામણી નદી ખાતે તુરંત એનડીઆરએફની ટુકડી દોડી આવી હીત. જોકે સતત વરસી રહેલા વરસાદને પગલે નદીમાં પાણીનો પ્રવાહ પણ ઘણો વધ્યો હતો. ધસમસતી નદીમાં તેમને શોધવામાં એક બાજુ વહેતું પાણી પરેશાની ઊભું કરી રહ્યું હતું ત્યાં દિવસ પણ ઢળી રહ્યો હતો. જેને પગલે તેમને શોધવાની તજવીજમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી હતી.
નદી ક્રોસ કરતી વખતે આ ઘટના બની હતી. જેની માહિતી મળતા એનડીઆરએફની ટુકડી સ્થળ પર આવી ગઈ હતી. પિતા પુત્રની શોધખોળ અંધારાને કારણે અટકી ગઈ હતી. હવે પ્રાપ્ત માહિતી અનુસાર આ ટુકડી નજીકમાં શાળામાં રાત્રી રોકાણ કરશે અને સવારે પિતા પુત્રની શોધખોળની તજવીજ ફરી શરૂ કરશે. ટીમ દ્વારા અંધારાને લઈને તેમની શોધખોળની કામગીરી રોકવામાં આવી હતી.
ADVERTISEMENT
(ઈનપુટઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી)
ADVERTISEMENT