બિપોરજોય વાવાઝોડાની અસરને પગલે રાજ્યના 95 તાલુકામાં વરસાદ, આજે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ
અમદાવાદ: બિપોરજોય વાવાઝોડાને લઈને ગુજરાતમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાંથી આવતું આ વાવાઝોડું ગુજરાતમાં લેન્ડફોલ કરી શકે છે. આ વાવાઝોડું ખૂબ જ…
ADVERTISEMENT
અમદાવાદ: બિપોરજોય વાવાઝોડાને લઈને ગુજરાતમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાંથી આવતું આ વાવાઝોડું ગુજરાતમાં લેન્ડફોલ કરી શકે છે. આ વાવાઝોડું ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે, જેની ચેતવણી હવામાન વિભાગ દ્વારા સતત આપવામાં આવી રહી છે. વાવાઝોડાની અસર શરૂ થઈ ચૂકી છે. રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. બીજી તરફ ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
બિપોરજોય વાવાઝોડાની અસર રાજ્યમાં શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન રાજ્યમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આવતી કાલે રાજ્યમાં ફ્રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ પડ્યો છે. જ્યારે 24 કલાકમાં રાજ્યના 29 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.સૌથી વધુ ખંભાળીયા તાલુકામાં 5 ઈંચ વરસાદ પડ્યો છે, દ્વારકા તાલુકામાં ચાર અને કલ્યાણપુરમાં ત્રણ ઈંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં વરસ્યો છે.
બિપોરજોય આ જિલ્લામાં મચાવી શકે છે તબાહી
બિપોરજોયને લઈ ગુજરાતમાં સૌથી વધારે તારાજીની શક્યતા છે. જેમાં કચ્છ, દ્વારકા અને જામનગરમાં સૌથી વધુ તારાજીની સંભાવના છે. તેથી રાહત અને બચાવ કામગીરી માટે આર્મીને પણ એલર્ટ કરાઈ છે. સાથે જ ગુજરાતના તમામ એરબેઝ પર હેલિકોપ્ટર સ્ટેન્ડબાય મોડ પર છે.
ADVERTISEMENT
આજે આ જિલ્લામાં પડી શકે છે વરસાદ
હવામાન વિભાગની આગાહી કરી છે કે, આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે જામનગર, પોરબંદર, મોરબીમાં પણ ભારે વરસાદ તો ભરૂચ, સુરત, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરાઇ છે.
ADVERTISEMENT