Gujarat Rain LIVE Updates: 24 કલાકમાં 73 તાલુકાઓને મેઘરાજાએ ધમરોળ્યાં, જાણો આજે ક્યાં વિસ્તારોમાં છે 'ભારે' આગાહી
Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?
ADVERTISEMENT
Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?
लाइव-ब्लॉग समाप्त हुया।
- 05:57 PM • 23 Aug 2024અરવલ્લીના માલપુરમાં ભારે વરસાદ
અરવલ્લીના માલપુરના સજ્જનપુરામાં ધોધમાર વરસાદ પડ્યો છે. એક કલાકમાં 1:5 ઇંચ કરતા વધુ વરસાદ પડતા ગામના રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદના કારણે મગફળી, પપૈયા અને તડબૂચના પાકમાં પાણી ભરાયા છે. તડબૂચના તાજા વાવેતરમાં પાણી ભરાતા નુક્શાનીની ભીતિ સેવાઈ રહી છે.
- 02:35 PM • 23 Aug 2024દહેગામમાં 1 કલાકમાં 3 ઈંચ વરસાદ
ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેર સહિત તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદે ધબધબાટી બોલાવતા વીજળીના કડાકા અને ભડાકા સાથે એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે શહેરમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સાડા બાર વાગ્યાથી શરૂ થયેલો વરસાદ દોઢ વાગ્યા સુધીના એક કલાકમાં ત્રણ ઇંચ ખાબક્યો છે. દહેગામમાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતા શહેરના નાંદોલ રોડ પથિકાશ્રમ, પૂર્ણિમા સ્કૂલ નો ઢાળ,મોડાસા રોડ ઉપરાંત નેહરુ ચોકડી અનુરાધા સોસાયટી હરિઓમ સોસાયટી વૈભવ કોમ્પ્લેક્સ પુરુષોત્તમ ધામ જેવા રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. દહેગામની પૂર્ણિમાં હાઇસ્કુલમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. ભારે વરસાદને પગલે ગાંધીનગર રોડ પર આવેલા રેલ્વે અંડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે. લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.
- 02:19 PM • 23 Aug 2024છોટાઉદેપુર: નદીમાં ફસાયેલી યુવતીને બચાવી લેવાઈ
છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકાના મોટી ટોકરી ગામે નદીમાં ફસાયેલી યુવતીને ત્રણ કલાકની જહેમત બાદ રેસેક્યુ કરી બહાર કઢાઈ. કવાંટ તાલુકાના મોટી ટોકરી ગામે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કરા નદીમાં અચાનક ઘોડાપૂર આવ્યું હતું, સવારે સાડા સાત વાગે શૌચક્રિયા માટે યુવતી નદીના સામે પાર ગઈ હતી અને અચાનક પ્રવાહ વધતા નદીની વચ્ચે ટેકરી ઉપર ચઢી ગઈ હતી. ગ્રામજનોએ યુવતીને ફસાયેલી જોઈ પ્રશાસનને જાણ કરી અને છોટાઉદેપુર નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ, મામલતદાર, તલાટી સહિત પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોચી રેસેક્યુની કામગીરી હાથ ધરી. સ્થાનિક તરવૈયાની મદદથી સાડા ત્રણ કલાક બાદ યુવતીને સુરક્ષિત બહાર કાઢી લેવાઈ છે.
- 01:37 PM • 23 Aug 2024મેણ નદી ઉપરનો ચેકડેમ ઓવરફ્લો
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના દુગ્ધા ગામે આવેલી મેણ નદી ઉપરનો ચેકડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા.
- 01:33 PM • 23 Aug 2024ધારીમાં વીજળી પડતા ભેંસનું મોત
અમરેલી બ્રેકિંગઃ ધારી ગીર પંથકમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધારીના કૂબડા ગામની પીલુકીયા નદીમાં પૂર આવ્યું છે. તો ધારીના કુબડા ગામે વીજળી પડી હોવાના સમાચાર સામે આવ્યા છે. કુબડા ગામે વીજળી પડતા ભેંસનું મોત નિપજ્યું છે.
- 11:53 AM • 23 Aug 2024છોટાઉદેપુર : મેણ નદીમાં ઘોડાપૂર
છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના મોટી ઝડુલી અને નાડીઝડુલી વચ્ચેથી પસાર થતી મેણ નદીમાં ઘોડાપૂર આવ્યા છે. ઉપરવાસના મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે મેણ નદીમાં ઘોડાપૂર આવ્યા છે. ઉપરવાસના મધ્યપ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદને પગલે જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂર આવતા વહીવટી તંત્ર દોડતું થયું છે.
- 11:52 AM • 23 Aug 2024ગીરના ગામડાઓમાં વરસાદ
અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં ગાજવીજ સાથે અંધરાધાર વરસાદ વરસી રહ્યો છે. ખાંભાના જામકા, તલડા, માલકનેશ, બોરાળા, દલડી, નિંગાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે. જામકા ગામની સ્થાનિક નદીમાં પુર આવ્યું છે. ધુંધવાણા ગામે બીજા દિવસે પણ માલણ નદીમાં પણ પુર આવ્યું છે.
- 10:15 AM • 23 Aug 2024આજે ક્યાં વિસ્તારોમાં છે વરસાદની આગાહી?
Rain forecast: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે શુક્રવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
- 10:12 AM • 23 Aug 2024શું છે હવામાન નિષ્ણાંતોની આગાહી?
Rain forecast: અરબ સાગર સક્રિય છે તેને કારણે રાજ્યના કેટલાક ભાગમાં 23 અને 24 ઓગસ્ટ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. પરંતુ બંગાળની ખાડી તરફથી આવતી સિસ્ટમ સાથે ભળી ગયા બાદ મજબૂત સિસ્ટમ સક્રિય થતાં 24 અને 25 ઓગસ્ટ બાદ મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જેમાં ગુજરાતના તમામ ભાગોમાં એટલે કે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
- 10:12 AM • 23 Aug 202424 કલાકમા 73 તાલુકાઓમાં વરસાદ
Rain forecast: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એટલે કે ગુરુવારે સવારે 6 વાગ્યાથી શુક્રવારે સવારે 6 વાગ્યા સુધી 73 તાલુકાઓમાં મેઘરાજાની હાજરી નોંધાઈ છે. જેમાં સૌથી વધુ મોડાસામાં 80 મિમિ વરસાદ વરસ્યો હતો. તો નવસારીમાં 63 મિમિ, સંખેડામાં 47 મિમિ, ગારીયાધારમાં 46 મિમિ, શિનોરમાં 46 મિમિ, વાલોદમાં 38 મિમિ, સરસ્વતીમાં 37 મિમિ, મહુવામાં 36 મિમિ, પાટણમાં 36 મિમિ, માણસામાં 35 મિમિ, લિલિયામાં 31 મિમિ, જલાલપોરમાં 31 મિમિ, પાલિતાણામાં 28 મિમિ વરસાદ નોંધાયો છે.
- 10:10 AM • 23 Aug 2024રાજ્યમાં ફરી જામ્યો વરસાદી માહોલ
Gujarat Rain: શ્રાવણ મહિનામાં વરસાદ ખેંચાતા સમગ્ર ગુજરાતમાં ભારે ચિંતાનું મોજું ફેલાઈ ગયું છે. અમુક સ્થળોએ તો ખેતરોના ઊભા મોલમાં જીવાત પડી હોવાનું પણ જાણવા મળ્યું છે. વરસાદમાં વિલંબ થતાં જળાશયોના પાણીના સ્તર પણ નીચે આવ્યા છે. જોકે, હવે ગુજરાતીઓ માટે આનંદના સમાચાર એ છે કે હવામાનની સ્થિતિ પૂરેપૂરી બદલાઈ ગઈ છે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ છવાયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT