लाइव

Gujarat Rain LIVE Updates: ગુજરાતમાં ધમધોકાર વરસાદ, CM ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરોને આપી મહત્વની સૂચના

ADVERTISEMENT

ગુજરાત વરસાદ LIVE UPDATES
ગુજરાત વરસાદ LIVE UPDATES
social share
google news

Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 05:01 PM • 25 Aug 2024
    Gujarat Rain Forecast : આવતીકાલે 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ

     Gujarat Rain Forecast :  ગુજરાતના 7 જિલ્લાઓમાં આવતીકાલે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આવતીકાલે અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં આવતીકાલે અતિભારે વરસાદ પડી શકે છે. 

  • 03:44 PM • 25 Aug 2024
    નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા

    નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમના નવની જગ્યાએ હવે 15  દરવાજા ખોલાયા છે. જેમાંથી 1,75,000 ક્યુસેક પાણી છોડાયું છે. ડેમમાંથી પાણી છોડવાના કારણે નીચેના વાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. 

  • 03:11 PM • 25 Aug 2024
    સુરેન્દ્રનગરવાસીઓના તહેવાર બગડશે?

    સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ જોરાવરનગર સહિત શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. લાંબ વિરામ બાદ વાતાવરણમાં પલ્ટો આવતા વરસાદનું આગમન થયું છે. અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ વરસતા લોકોને મળી ગરમીથી રાહત મળી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતો ખુશ થઈ ગયા છે. તો બીજી બાજુ સાતમ આઠમનો તહેવાર હોઈ વરસાદ વરસતા લોકોનો તહેવાર બગડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. 

  • 03:09 PM • 25 Aug 2024
    Rain In Rajkot: રાજકોટમાં ધોધમાર વરસાદ

    રાજકોટમાં  11 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. બપોરે 2 વાગ્યા સુધીમાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતાં કાલાવડ રોડ અન્ડર બ્રિજ હાલમાં બંધ કરવામાં આવ્યો છે. જ્યારે પોપટપરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ ભારે વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

     જો સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા એટલે કે રાજકોટના લોકમેળાની વાત કરવામાં આવે તો વરસાદી વિઘ્નના કારણે લોકોની મજા બગડી છે.  રાજકોટના રામાપીર ચોકડી, 150 ફૂટ રીંગ રોડ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ, પોપટપરા સહિત અનેક જગ્યાએ પાણી ભરાયા છે. 

  • ADVERTISEMENT

  • 01:57 PM • 25 Aug 2024
    CM ભૂપેન્દ્ર પટેલે કલેક્ટર સાથે કરી વાતચીત

    સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદ પાછલા 24 કલાકમાં વરસ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, સુરત અને નર્મદા તેમજ પંચમહાલ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત આ જિલ્લાઓના કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને સમગ્ર સ્થિતિની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ આ સાતેય જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળે સ્થળાંતર કરવા સાથે જાનમાલ,  પશુધન વગેરેની સલામતી માટેના પ્રબંધન અંગે પણ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં જરૂર જણાયે SDRF-NDRF ની ટીમની મદદ માટે પણ ખાતરી આપી હતી. દરમિયાન રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત વિગતમાં જણાવવામાં આવ્યું છે કે, આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં 64 મી.મી. થયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ 326 મી.મી. વલસાડના વાપીમાં નોંધાયો છે.

  • 12:44 PM • 25 Aug 2024
    નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ

    નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ, નર્મદા જિલ્લાના રાજપીપળામાં 2 કલાકમાં 1.5થી 2 ઈંચ વરસાદ પડતાં રાજપીપલા શહેર પાણી-પાણી થઈ ગયું છે. સ્ટેશન રોડ, દરબાર રોડ, કાછીયાવાડ વિસ્તારમાં પાણી ભરાયા છે. જેના કારણે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સાગબારા ડેડીયાપાડા વિસ્તારમાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું છે.

  • ADVERTISEMENT

  • 10:34 AM • 25 Aug 2024
    વલસાડમાં 150થી વધુ લોકોનું સ્થળાંતર

    વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા વલસાડના વહીવટી તંત્ર દ્વારા વલસાડના કશ્મીર નગર વિસ્તારમાંથી 150થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 

  • 10:08 AM • 25 Aug 2024
    પંચમહાલ જિલ્લાના ડેમમાં નવા નીરની આવક

    પંચમહાલ જિલ્લા સહિત ઉપરવાસમાં રાત્રી દરમિયાન સારો વરસાદ પડ્યો છે. જેના કારણે જિલ્લાના તમામ જળાશયોમાં વરસાદી પાણીની નોંધપાત્ર આવક થઈ છે.  પાનમ, હડફ અને કરાડ ડેમમાં નવા નીરની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. પાનમ ડેમમાં હાલ 50244 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. ડેમની રૂલ લેવલ સપાટી 127.41 મીટર છે. હાલની જળ સપાટી 124.30 મીટર છે. હાલ 62.27 ટકા પાણીનો જથ્થો છે.  મોરવાના હડફ ડેમમાં 40000 ક્યુસેક પાણીની હાલ આવક નોંધાઈ છે. હડફ ડેમની હાલની જળ સપાટી 165.80 મીટર છે, નોંધપાત્ર આવકને પગલે ડેમ 90.65 ટકા ભરાયો છે. હડફ ડેમમાં રાત્રે 5 ગેટ 9 મીટર સુધી ખોલી 40 હજાર ક્યુસેક પાણી હડફ નદીમાં છોડાયું છે. પાણી છોડવામાં આવતા હડફ નદીમાં જાણે પુર આવ્યું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.  હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવતા હડફ નદીના કાંઠા વિસ્તારના આવેલ ખાનપુર, માતરિયા, કડાદરા, મોરવા, ડાંગરીયા ગામોને એલર્ટ કરાયા છે. કરાડ ડેમમાં પણ 981 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.  ડેમની હાલની જળ સપાટી 134.35 મીટર છે, રૂલ લેવલ સપાટી 140.08 મીટર છે. ડેમમાં હાલ 43 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે.

  • 10:05 AM • 25 Aug 2024
    Gujarat Rain: બોટાદ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ

    બોટાદ વરસાદ અપડેટઃ બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને તાલુકામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ગઢડા શહેરમાં વરસાદ થતાં રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. ગઢડાના જીનનાકા, બોટાદના ઝાંપે, સીનેમા રોડ, લક્ષ્મીવાડી રોડ, પોલીસ સ્ટેશન રોડ સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા છે. ગઢડા તાલુકાનાં ઢસા, લાખણકા, પડવદર, સમઢીયાળા, ઈગોરાળા, અડતાળા, રણીયાળા, હરિપર સહિતનાં મોટાભાગના ગામોમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ગઢડા તાલુકામાં સારો વરસાદ થતાં ખેતીના પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો છે. 

  • 09:44 AM • 25 Aug 2024
    Gujarat Rain Forecast : શું છે હવામાન વિભાગની આગાહી?

    Gujarat Rain Forecast : દેશભરમાં ચોમાસાની સ્થિતિ વચ્ચે હવે ગુજરાતમાં હવામાનની પેટર્ન બદલાવાની છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ (IMD) અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી થોડા દિવસોમાં મધ્યમથી ભારે વરસાદ પડશે.

    અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ આગામી કેટલાક દિવસ અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ 45થી 50 કિમી ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. 

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમ એક સાથે સક્રિય છે જેના કારણે આજથી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર રહેશે. સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. 

  • 09:43 AM • 25 Aug 2024
    24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ?

    ગુજરાતમાં મેઘરાજા ફરી એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે 24 કલાકમાં એટલે કે શનિવારે સવારના 6 વાગ્યાથી રવિવારે સવારના 6 વાગ્યા સુધીમાં ગુજરાતના 234 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 12.8 ઈંચ વરસાદ વાપીમાં પડ્યો છે. આ સિવાય વલસાડના કપરાડા (11.8 ઈંચ) અને પારડી (11.8 ઈંચ)માં અતિભારે વરસાદ થયો છે.  24 કલાકમાં સુરતના ઉમરપાડામાં 11 ઈંચ, નવસારીના ખેરગામમાં 10.5 ઈંચ અને વલસાડના ધરમપુરમાં 8.8 ઈંચ વરસાદ થયો છે. 

    24મી તારીખે રાજ્યમાં 7 તાલુકાઓમાં 200 મિમિથી વધુ વરસાદ નોંધાયો છે.  27 તાલુકા એવા છે કે જ્યાં 100 મિમિથી વધારે વરસાદ નોંધાયો છે. 

follow whatsapp

ADVERTISEMENT