રાજ્યમાં મેઘતાંડવ, છેલ્લા 24 કલાકમાં 200 તાલુકામાં વરસાદ
ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ખૂબ સારી રહી છે. પહેલા જ વરસાદમાં જળાશયો ભરાવા લાગ્યા છે. ત્યારે મૂશળધાર વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. બીજી…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ખૂબ સારી રહી છે. પહેલા જ વરસાદમાં જળાશયો ભરાવા લાગ્યા છે. ત્યારે મૂશળધાર વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. બીજી તરફ વરસાદને પગલે અનેક રસ્તાઓ બંધ થયા છે. ત્યારે વરસાદને પગલે રાજ્યમાં NDRF અને SDRFની ટીમો તૈણતત કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલકમાં 200 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં ચોમાસું બેસતાની સાથે જ જળબંબાકાર થયો છે. મેઘરાજાની તોફાની બેટિંગથી રાજ્યના જળાશયો ભરાવા લાગ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં મેહુલિયાએ ભારે હેત વરસાવ્યું છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ કૃપા વરસાવતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 200 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
200 તાલુકામાં વરસાદ
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વરસાદને પગલે ખેડૂત ખુશ ખુશાલ જોવા મળે છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 200 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં વિસાવદરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદામાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
ADVERTISEMENT
NDRF અને SDRFની ટીમ તૈનાત
વરસાદી એલર્ટને પગલે NDRF અને SDRFની ટીમોને કચ્છ, જામનગર, જુનાગઢ અને નવસારીમાં સ્ટેન્જ બાય રખાઈ છે. તો SDRFની બે ટીમને જૂનાગઢ અને જામનગર માટે સ્ટેન્ડબાય મૂકાઇ છે. નાગરિકો વિપરીત સ્થિતિમાં અટવાય ત્યારે બચાવ કામગીરી માટે પ્રશાસનનું આગોતરું આયોજન કર્યું છે. ફૂડ પેકેટ તૈયાર રાખવા અને જરૂર પ્રમાણે સ્થળાંતરની પણ સૂચના આપી છે.
36 તાલુકામાં 100 મીમી થી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે 7 તાલુકામાં 1 મીમી વરસાદ વરસ્યો છે.રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં વરસયો છે. વિસાવદરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 398 મીમી વરસાદ વરસ્યો છે. જ્યારે જામનગરમાં 269 મીમી વરસાદ વરસ્યો છે. કપરાડામાં 247 મીમી વરસાદ વરસ્યો છે.જ્યારે 30 તાલુકામાં 5 મીમીથી ઓછો વરસાદ વરસ્યો છે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર)
ADVERTISEMENT
ADVERTISEMENT