लाइव

Gujarat Rain LIVE Updates: વિજાપુરમાં આજે 8 ઈંચ વરસાદ, પારડીની વાંકી નદીમાં કાર તણાઈ; ચાલકનો જીવ તાળવે ચોટ્યો

ADVERTISEMENT

Rain In Gujarat
ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ
social share
google news

Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 05:33 PM • 24 Aug 2024
    બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

    બાબરામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બાબરામાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. બાબરા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. બાબરાના ચામરડી, વલારડી, ગમપીપલીયા, કુવરગઢ, વાવડી, ખાખરીયા સહિતના ગામડાઓમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. છેલ્લા 15 દિવસ ઉપરથી વરસાદની વાટ જોતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. લાંબા વિરામબાદ વરસાદ વરસી જતા ઉભા પાકને ફાયદો થતા જગતનો તાતમાં ખુશીથી ઝૂમી ઉઠ્યો છે..

  • 03:41 PM • 24 Aug 2024
    અંબાલાલ પટેલની આગાહી

    હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, એક પછી એક બનતી લૉ-પ્રેશરની સિસ્ટમો અરબ સાગરમાં બનતી લૉ-પ્રેશર, બંગાળ ઉપસાગરમાં બનતી સિસ્ટમો અને બંને મર્જ થતાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જેના કારણે કેટલીક નદીઓના જળસ્તરમાં વધારો થશે, જેથી કેટલીક નદીઓમાં પૂરની શક્યતા પણ છે. 

     

  • 02:59 PM • 24 Aug 2024
    હવામાન વિભાગે શું કરી છે આગાહી?

    Rain Forecast in Gujarat: ગુજરાત રાજ્ય દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  મહારાષ્ટ્ર નજીક પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં નીચા દબાણવાળા વિસ્તારથી એક ઑફશોર ટ્રફ રચાય છે, જેમાં વધુ 2 સિસ્ટમ સક્રિય થવાથી ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આજે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમરેલી, ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

    આજે દક્ષિણ ગુજરાત પ્રદેશના વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અને કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

    બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે

    આવતીકાલે દમણ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. 

  • 02:54 PM • 24 Aug 2024
    મહેસાણાનું વિજાપુર પાણી-પાણી

    મહેસાણાના  વિજાપુરમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે વિજાપુરમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા ભાગોમાં વરસાદી પાણી ભરાયા હતા. અત્રેના કેટલાક વિસ્તારોમાં આવેલાં ફલેટોના પિલ્લરો પાણીમાં જોવા મળ્યા હતા. વિજાપુર શહેરમાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો હતો ત્યારે નીચાણવાળા વિસ્તારો એટલે કે સરદાર પટેલ સ્ટેચ્યુથી ટીવી રોડ વિસ્તાર ખત્રી કુવા ચક્કર વિસ્તાર સહિતમાં પાણી ભરાયા હતા.

  • ADVERTISEMENT

  • 02:00 PM • 24 Aug 2024
    12 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો નોંધાયો વરસાદ?

     આજે સવારથી જ સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન સિવાયના ઝોનમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. સવારે 6 થી બપોર 12 વાગ્યા સુધીમાં રાજ્યના 132 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે.

  • 01:45 PM • 24 Aug 2024
    વાંકી નદીમાં તણાઈ કાર

    પારડીથી કાંંજણ રણછોડ જતા રોડ ઉપર વાંકી નદીના પુલ પાસે પાણીના વહેણમાં કાર તણાઈ ચાલકનો ચમત્કારી બચાવ. તારીખ 24 ઓગસ્ટ શનિવાર રોજ 11 કલાકની મળતી માહિતી મુજબ ઉપરવાસમાં હવામાન વિભાગની આગાહીના પગલે પડી રહેલા ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં આવેલા નાના પુલ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે, ત્યારે આજરોજ વલસાડના ભોમા પારડીથી કાંજણ રણછોડ જતા રોડ વચ્ચે આવતી વાંકી નદીના પુલ ઉપર આજરોજ વરસાદી પાણી ફરી વળ્યા હતા. જોકે, કાર ચાલકે સાહસ કરી કારને પાણીમાં ઉતારતા પાણીનું વહન વધારે હોવાના કારણે તે કારને પાણીમાંથી કાઢી શક્યો ન હતો સમય સૂચકતા વાપરી કાર ચાલકાળમાંથી બહાર ઉતરી ગયો હતો. જોકે આ ઘટનામાં ગ્રામજનો દ્વારા દોરડું બાંધી ટ્રેક્ટર મારફતે કારને પાણીમાંથી બહાર ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પાણીનું વહન વધારે હોવાના કારણે કાર પાણીમાં તણાઈ જવા પામી હતી જો કે દર વર્ષે આ પુલ ઉપર વરસાદી સીઝનમાં આવી ઘટના બનતી જ હોય છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે આ ઘટનામાં સદનસીબે ચાલકનો ચમત્કારી બચાવ થયો હતો.

  • ADVERTISEMENT

  • 12:28 PM • 24 Aug 2024
    ડીસાઃ ધુળીયાકોટ વિસ્તારના રસ્તાઓ સ્વિમિંગ પૂલ બન્યા

    બનાસકાંઠા: ડીસામાં પડેલા ધોધમાર વરસાદથી ધોળીયાકોટ વિસ્તારમાં પાણી ભરાયા છે. ધોળીયાકોટ  વિસ્તારમાં આવેલ અનેક સોસાયટીઓ પાણીમાં ગરગાવ થઈ ગઈ છે. તો ધુળીયાકોટ વિસ્તારના રસ્તાઓ સ્વિમિંગ પૂલ બન્યા છે.  ડીસાના ધોળીયાકોટ વિસ્તારના રસ્તાઓમાં પાણી ભરાઈ જવાના લીધે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે.  અઢી ઈંચ વરસાદથી સમગ્ર ડીસા શહેર પાણી-પાણી થઈ ગયુ છે. 
     

     

     

  • 11:25 AM • 24 Aug 2024
    Rain In Gujarat: ગાંધીનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો

    ગાંધીનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.  ગાંધીનગરના માણસામાં પણ વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે માણસા APMC નજીક પાણી ભરાયા  થયા છે. તો માણસાના કેટલાક અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. 

     

     

  • 10:50 AM • 24 Aug 2024
    રણછોડજી મંદિરની બહાર પાણી ભરાયા

    ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. યાત્રાધામ ડાકોર, કાલસર, નેશ, ધુનધરા, સુઇ, અગરવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે ડાકોરના પ્રસિદ્ધ યાત્રાધામ રણછોડજી મંદિરની બહાર પાણી ભરાયા છે. આવી સ્થિતિમાં મંદિરની બહાર પાર્ક કરાયેલા ટુ-વ્હીલર પણ અડધા પાણીમાં ડૂબી ગયા છે. જેના કારણે ડાકોર નગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી પર સવાલો ઉઠ્યા છે. 

     

     

  • 10:48 AM • 24 Aug 2024
    Gujarat Rain Update: બનાસકાંઠાના ખેડૂતો ખુશ-ખુશ

    બનાસકાંઠા: વરસાદની આગાહી મુજબ આજે બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં પાલનપુર, ડીસા સહિતના વિસ્તારોમાં લાંબ સમય બાદ વરસાદથી ખેડૂતો ખુશ-ખુશ થઈ ગયા છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

  • 10:44 AM • 24 Aug 2024
    જન્માષ્ટમીએ ક્યાં-ક્યાં પડી શકે વરસાદ?

    સોમવારે 26 ઓગસ્ટે જન્માષ્ટમીના તહેવારે પણ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જેમાં નર્મદા, ભરૂચમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે, તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું એલર્ટ છે. 

  • 10:44 AM • 24 Aug 2024
    25 ઓગસ્ટે ક્યાં-ક્યાં પડશે વરસાદ

    25 ઓગસ્ટે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ, તો કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

  • 10:43 AM • 24 Aug 2024
    આજે ક્યાં-ક્યાં એલર્ટ છે?

    Gujarat Rain Update: વિરામ બાદ ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું ફરી સક્રિય બન્યું છે. સાતમ-આઠમ પહેલા જ રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ મુજબ, ગુજરાત પર ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થતા અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 

    હવામાન વિભાગના મૌસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આજે શનિવારે 24 ઓગસ્ટના રોજ છોટા ઉદેપુર, વડોદરામાં અત્યંત ભારે વરસાદ, જ્યારે દાહોદ, પંચમહાલ, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, અમદાવાદ, ખેડા, મહિસાગર, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી તથા ગીર સોમનાથમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે. 
     

  • 10:43 AM • 24 Aug 2024
    બનાસકાંઠાનું વડગામ પાણી પાણી

    24 કલાકમાં 153 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નોંધાયો છે. વડગામમાં 112 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે નડિયાદમાં 102 મિમિ, મેઘરજમાં 101 મિમિ, બગસરામાં 97 મિમિ, મહુધામાં 92 મિમિ, દહેગામમાં 90 મિમિ, અમીરગઢમાં 89 મિમિ, ગોધરામાં 83 મિમિ, હિંમતનગરમાં 77 મિમિ વરસાદ નોંધાયો છે. 

     

  • 10:42 AM • 24 Aug 2024
    Rain In Gujarat: ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ

    Rain In Gujarat: ગઈકાલથી વરસાદે ફરી રંગત જમાવતાં જગતનો તાત હરખાયો છે. અનેક જગ્યાએ ખેતરોમાં સુકાતા મોલને નવું જીવન મળ્યું છે. સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી હવે વરસાદી માહોલ જમાવટ કરી રહ્યો છે. 24 કલાકમાં એટલે કે શુક્રવારે સવારના 6 વાગ્યાથી શનિવારે સવારના 6 વાગ્યા સુધીમાં 153 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. 

follow whatsapp

ADVERTISEMENT