રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 128 તાલુકામાં વરસાદ, પાવી જેતપુરમાં સવા 8 ઇંચ વરસાદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં સતત વરસાદી માહોલ જોવા મળ્યો છે. આ દરમિયાન વરસાદના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજા સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ-પશ્ચિમ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 128 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં છેલ્લા 24 કલાકમાં સવા 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 75.63 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 134 ટકા, તો સૌરાષ્ટ્રમાં 108 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 66 ટકા, ઉત્તર ગુજરાતમાં 62 ટકા તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 56 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

અહી જામ્યો વરસાદી માહોલ
રાજ્યમાં ચોમાસાની શરૂઆત ખૂબ જ સારી રહી છે. ત્યારે રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો. છેલ્લા 24 કલાકમાં બોડેલીમાં પણ 8 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જાંબુઘોડામાં 6 ઇંચ, છોટાઉદેપુરમાં સવા 4 ઈંચ, સંખેડામાં પોણા 4 ઈંચ, સિનોરમાં 3.5 ઈંચ, તિલકવાડામાં પોણા 4 ઈંચ, ડભોઈમાં સવા 2 ઈંચ, બોરસદમાં પોણા 2 ઈંચ, કપરાડામાં 2 ઈંચ, નસવાડીમાં પોણા 2 ઈંચ, આણંદમાં 1.5 ઈંચ વરસાદ હાલોલમાં 1.5 ઈંચ, કવાંટમાં 1.5 ઈંચ, ગરૂડેશ્વરમાં પોણા 2 ઈંચ, વાઘોડિયામાં સવા ઈંચ વરસાદ, શંખેશ્વરમાં 1 ઈંચ, આંકલાવમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

ADVERTISEMENT

સૌરાષ્ટ્રના છ જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ
રાજ્યના 43 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. 94 તાલુકામાં 20થી 40 ઈંચ, તો 104 તાલુકામાં 10થી 20 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના છ જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના 206 જળાશયો પૈકી 122 જળાશયો હાઈએલર્ટ પર છે છે તો . 86 જળાશયો હાઈએલર્ટ પર છે. 20 જળાશયો એલર્ટ અને તો 16 જળાશયો વોર્નિંગ પર છે. 84 જળાશયોમાં 70 ટકાથી વધુ જળસંગ્રહ છે.

આજથી વરસાદનું જોર ઘટશે
રાજ્યના કેટલાક જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. અમદાવાદ-ગાંધીનગરમાં પણ હળવા વરસાદની શક્યતા છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ આજથી વરસાદનું જોર ઘટશે. IMD દ્વારા આજે જાહેર કરાયેલી આગાહી મુજબ શનિવાર અને રવિવારે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT