રાજ્યમાં જામ્યો વરસાદી મહોલ, 26 જળાશયો સંપૂર્ણ ભરાયા જ્યારે 37 જળાશયો હાઇ એલર્ટ પર
ગાંધીનગર: રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાંજ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદની બીજી ઇનિંગમાં જ જળાશયો છલકાવા લાગ્યા છે. આ દરમિયાન રાજ્યમાં 26 જળાશયો 100 ટકા ભરાઈ ચૂક્યા…
ADVERTISEMENT
ગાંધીનગર: રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાંજ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદની બીજી ઇનિંગમાં જ જળાશયો છલકાવા લાગ્યા છે. આ દરમિયાન રાજ્યમાં 26 જળાશયો 100 ટકા ભરાઈ ચૂક્યા છે. જ્યારે હાઇ એલર્ટ પર 37 જેટલા જળાશયો છે. અને 13 જળાશયો એલર્ટ પર છે.
વરસાદની પ્રથમ ઇનિંગમાં જ જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી આ દરમિયાન વરસાદને લઈ ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે. બીજી તરફ રાજ્યમાં જળ સંકટનો પ્રશ્ન પણ હાલ થતો જણાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં અત્યાર સુધી કચ્છમાં સીઝનનો સૌથી વધુ 112. 7 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 45.24 ટકા વરસાદ ખાબક્યો છે. તો પૂર્વ મધ્ય ગુજરાતમાં 30.16 ટકા, સૌરાષ્ટ્રમાં 63.14 ટકા, તો દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 32.36 ટકા વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં ડેમની સ્થિતિ
રાજ્યમાં 206 ડેમ પૈકી 26 ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યા છે. બીજી તરફ 40 ડેમ એવા છે જે 70 થી 100 ટકાની વચ્ચે છે. જ્યારે 30 ડેમ 50 ટકા થી 70 ટકા વચ્ચે ભરાયેલા છે. રાજ્યના 52 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. આ સાથે રાજ્યમાં 58 ડેમ એવા છે જે હજુ પણ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. આમ રાજ્યમાં 37 ડેમ હાઇ એલર્ટ પર છે. જ્યારે 13 ડેમ એલર્ટ છે. જ્યારે 15 ડેમ વોર્નિંગ પર છે.
(વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર )
ADVERTISEMENT
ADVERTISEMENT