Rain Forecast in Gujarat: આગામી 24 કલાકમાં....: ગુજરાતમાં વરસાદને લઈને શું છે હવામાન વિભાગની આગાહી?
Rain Forecast in Gujarat: હવામાન વિભાગની આગાહી મુજબ, આજે અમદાવાદમાં હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી આપવામાં આવી છે.
ADVERTISEMENT
Rain Forecast in Gujarat: આજે અમદાવાદની અસ્મિતાના પ્રતીકસમી ઐતિહાસિક રથયાત્રા નીકળી છે. જમાલપુરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરેથી પ્રભુ જગન્નાથ સપરિવાર સવારથી નગરજનોના સુખ-દુઃખની ચિંતા કરવા નગરચર્યાએ નીકળ્યા છે, તેઓ મોડી સાંજે નીજ મંદિરે પરત ફરશે. ભગવાનને ઉમળકાભેર વધારવા માટે હજારો શ્રદ્ધાળુઓમાં છેલ્લા કેટલાય દિવસોથી શ્રદ્ધા અને ભક્તિનું ઘોડાપૂર છલકાઈ રહ્યું છે અને આવા પવિત્ર માહોલમાં આજે મેઘરાજા પણ હળવા સ્વરૂપે ભગવાનને વધારવા માટે તલપાપડ બન્યા છે.
અમદાવાદમાં પડશે વરસાદી છાંટા
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે અમદાવાદમાં હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી આપવામાં આવી છે. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે.
આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે.
ADVERTISEMENT
24 કલાકમાં 48 તાલુકાઓમાં વરસાદ
આ સાથે આજે રાજ્યના 33 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ મેઘગર્જના થઈ શકે છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 48 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં પોણા પાંચ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે વાઘઈમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.
ગુજરાતનો એવરેજ 23.01 ટકા વરસાદ
ગુજરાતમાં આ સિઝનનો એવરેજ 23.01 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ઝોનવાઈસ વરસાદના આંકડા જોઈએ તો સૌરાષ્ટ્ર ઝોનમાં 30.21 ટકા, કચ્છ ઝોનમાં 25.63 ટકા, દક્ષિણ ગુજરાતમાં 26.64 ટકા, ઉત્તર ગુજરાતમાં 15.70 ટકા અને મધ્ય ગુજરાતમાં 15.01 ટકા વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT