ગુજરાત માટે આગામી 24 કલાક 'ભારે': દ્વારકાથી લઈને ડાંગ સુધી વીજળીના કડાકા સાથે મેઘો તૂટી પડશે, હવામાન વિભાગે શું કહ્યું?

ADVERTISEMENT

Rain Forecast in Gujarat
વરસાદની આગાહી
social share
google news

Rain Forecast in Gujarat: ગુજરાતમાં ભલે ચોમાસું તેની નિર્ધારિત તારીખ કરતાં ચાર દિવસ વહેલું આવ્યું હતું, પરંતુ લાંબા સમયથી તે દક્ષિણ ગુજરાતના નવસારીની નજીક અટકી જતાં સમગ્ર રાજ્યમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું હતું. વરસાદ ન આવતા લોકો ભારે ભેજના કારણે બફારા અને ઉકળાટથી ત્રસ્ટ થઈ ઊઠ્યા હતા. મેહુલિયાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી. ઠેર ઠેર ખેડૂતોમાં વાવણીલાયક વરસાદ ન થતાં ભારે ચિંતા જોવા મળી હતી. જોકે, આ તમામ બાબતોનું સાટું વાળતા હોય તેમ મેઘરાજાએ ગઈકાલે ગુજરાતભરમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજ્યના 130 તાલુકામાં સાડા ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસતાં લોકો ખુશખુશાલ થઈ ગયા છે. 

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

આજે સવારે પણ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ વચ્ચે હવે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના 3 જિલ્લામાં રેડ અને 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા જામનગર, દેવભૂમિ દ્વારકા અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ત્રણેય જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોએ અત્યાંત ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, નવસારી, વાપી, ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, રાજકોટ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર , ભરૂચ, નર્મદામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. 

ADVERTISEMENT

Image

આવતીકાલે આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ 

25 જૂનની વાત કરીએ તો આવતીકાલે 1 જિલ્લામાં ઓરેન્જ અને 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સાબરકાંઠા, તાપી, છોટાઉદેપર, ડાંગ, નર્મદા અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે જ બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.  

ADVERTISEMENT

Image

ADVERTISEMENT

24 કલાકમાં 130 તાલુકાઓમાં નોંધાયો વરસાદ

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરના સૂત્રોના જણાવ્યા અનુસાર, 24 કલાકમાં ગુજરાતના 130 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, જેમાં મેંદરડામાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ખંભાળિયામાં 3 ઈંચ, સંખેડામાં અઢી ઈંચ, તાલાલામાં અઢી ઈંચ, બોટાદ, પાલિતાણા, લોધિકા, સાવરકુંડલામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. તો ટંકારા, વાલિયા, બોડેલી, માંગરોળ, નેત્રંગ, માળિયા હાટીના, પડધરી, ચુડા, જેતપુર-પાવી અને ક્વાંટમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. 


 

    follow whatsapp

    ADVERTISEMENT