EXCLUSIVE: જૂનાગઢને ફાટક મુક્ત કરવાના જનઆંદોલનની જીત, રેલવેએ પ્લાન બદલ્યો, હવે પિલ્લર પર દોડશે ટ્રેન

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જૂનાગઢ: જૂનાગઢમાં ફાટક મુક્ત જન આંદોલનના પરિણામે રેલ વિભાગે અંડર બ્રિજ બનાવવાની જગ્યાએ હવે પિલરો/સ્તંભ બનાવી તેના પર ટ્રેન દોડાવવામાં આવશે એમ પ્લાન બનાવ્યો છે. જેનો સર્વે પણ પૂર્ણ થઈ ગયો છે. ટુંક સમયમાં કામ પણ શરૂ થઈ જશે.

વાસ્તવમાં જૂનાગઢ નવાબી શહેર છે એટલે શહેરમાં ગીચતાનું પ્રમાણ વધુ છે એવામાં રેલવે લાઈનને મીટર ગેજમાંથી બ્રોડ ગેજ બનાવવા જતા ફાટકોની સમસ્યા હલ કરવા માટે રેલ ટ્રેક પર અંડર અને ઓવર બ્રિજ બનાવવા પડે તેવું રેલ વિભાગ દ્વારા નક્કી કરી સર્વે કરી પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. જેને લઈને લોકોમાં નારાજગી હતી.

પિલ્લર પર ટ્રેન દોડવાથી લોકોને થશે ફાયદો
આથી મળતી માહિતી મુજબ ફરી રેલ વિભાગ દ્વારા એક સર્વે થયો છે જેમાં પિલ્લરો બનાવી તેના પર ટ્રેન દોડાવવામાં આવશે તેમ જણાવ્યું છે. જેથી ફાટકો પણ દૂર થશે અને અંડર બ્રીજોમાં પાણી ભરાવાની સમસ્યા પણ નહીં નડે. આ માટેના તમામ સર્વે પણ પૂર્ણ થયા છે અને લોકોની સમસ્યા ઓછા ખર્ચે હલ થાય તેવા પ્રયત્ન રેલ વિભાગ તેમજ જૂનાગઢના નેતાઓ કરી રહ્યા છે.

ADVERTISEMENT

જૂનાગઢમાં ક્યાં ક્યાં દોડશે પિલ્લર પર રેલ?
1 વૈભવ ફાટક
2 તળાવ દરવાજા
3 ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ
4 જયશ્રી ફાટક
5 ભૂતનાથ ફાટક
6 ગાંધીગ્રામ ફાટક
7 શિશુમંગલ ફાટક
8 ધરા નગર ફાટક
9 ગ્રોફેડ ફાટક

પ્રોજેક્ટ માટે કેટલો ખર્ચ આવશે?
ઉપરોક્ત તમામ જગ્યાઓ પર પિલ્લર બનાવવામાં આવશે અને ટ્રેન દોડાવવામાં આવશે એવું આધારભૂત સૂત્રો દ્વારા જણાવાયું છે. જેના માટે ખર્ચની રકમ પણ 18 કરોડ જેટલી અંદાજવામાં આવી છે.

ADVERTISEMENT

જૂનાગઢમાં કેટલાક સમયથી ફાટકોની સમસ્યાથી લઈને આંદોલન ચાલી રહ્યું હતું કે ફાટકો દૂર થવા જોઈએ અને ટ્રેક પલસવા શાપુર જોડી દેવો જોઈએ. પરંતુ રેલ વિભાગ દ્વારા જૂનાગઢમાં 11 અંડર બ્રિજ બનાવવાની તૈયારી કરતા જન આંદોલન છેડાયું હતું અને તેનો ભોગ સાંસદ અને ચુંટાયેલા નેતાઓ બન્યા હતા. જન આંદોલન અંગે રજૂઆત કરતા હવે રેલ વિભાગે પ્લાનમાં ફેરફાર કરી પિલર બનાવવાની તૈયારી કરી લીધી છે. જેનો સર્વે પણ તાજેતરમાં જ પૂર્ણ થયો છે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT