રાહુલ ગાંધીને ભાષાંતર ફળતું જ નથી, જાહેર જનસભા વચ્ચે અટકાવવી પડી
અમદાવાદ : રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે હતા. અહીં તેમણે બે જાહેર સભાઓસંબોધિત કરી હતી. જે પૈકી સુરતમાં સભાના સંબોધન દરમિયાન લોકો તેમની વાત સમજી…
ADVERTISEMENT
અમદાવાદ : રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે હતા. અહીં તેમણે બે જાહેર સભાઓસંબોધિત કરી હતી. જે પૈકી સુરતમાં સભાના સંબોધન દરમિયાન લોકો તેમની વાત સમજી શકે તે માટે ટ્રાન્સલેટર તરીકે ભરતસિંહને રાખ્યા હતા. રાહુલ ગાંધી બોલે તે બાદ ભરત સિંહ તેનો ભાવાનુવાદ કરીને લોકોને સંબોધિત કરી રહ્યા હતા.
અનંત પટેલે અગાઉ જ ભાષાંતર અંગે અણગમો વ્યક્ત કર્યો
થોડા સમય સુધી તો આ ભાષાંતર ચાલ્યું હતું. જો કે સભા જ્યારે શરૂ થઇ ત્યારે જ અનંત પટેલે આ ભાષાંતર અંગે અણગમો વ્યક્ત કર્યો તે સ્ટેજ પર જોઇ શકાતું હતું. આ આદિવાસી પટ્ટો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને અડીને આવેલો હોવાના કારણે લોકો સારી પેઠે હિંદી જાણતા હોવા છતા પણ ભાષાંતર કરવાનો આઇડિયા કોણે આપ્યો તે મુદ્દે કન્ફ્યુઝન થઇ હતી.
રાહુલ ગાંધીએ આખરે હિન્દીમાં ભાષણ શરૂ કર્યું
જો કે થોડો સમય ભાષાંતર ચાલ્યા કર્યું પરંતુ જ્યારે રાહુલ ગાંધી કોઇ મોટી વાત કરતા તો લોકો ચીચીયારીઓ કરતા હતા. જેથી કોંગ્રેસને પોતાની ભુલ સમજાઇ હોય કે ભરતસિંહને પોતાની ભુલ સમજાઇ હોય તેમ ભાષાંતર અધવચ્ચેથી જ અટકાવ્યું હતું. બધા જ લોકો તમારુ હિન્દી સમજે છે તેમ કહીને પોતે બેસી ગયા હતા. ત્યાર બાદ રાહુલ ગાંધીએ હિન્દીમાં જ પોતાનું ભાષણ આગળ ચલાવ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT