રાહુલ ગાંધીએ કહ્યું, ભારત જોડો યાત્રામાં રામ આવ્યા અને મને ભેટીને રડી પડ્યાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઇ ચુકી છે. એક પછી એક પક્ષના દિગ્ગજ નેતાઓ પ્રચાર કરવા માટે આવી રહ્યા છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા વચ્ચે ગુજરાત સુરત આવીને એક વિશાળ જનસભા સંબોધિત કરી હતી. અહીં તેમણે સુરતમાં વિશાળ આદિવાસી સભાને સંબોધિત કરી હતી. જો કે અહીં તેમણે પોતાની ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો.

રાહુલ ગાંધીએ કહ્યું રામ નામનો યુવાન આવ્યો અને મને ભેટીને રડી પડ્યો
રાહુલ ગાંધીએ કહ્યું કે, મારી ભારત જોડા યાત્રા દરમિયાન રામ નામનો એક યુવક મને મળ્યો અને મારી સાથે જોડાયો. સાંજે જ્યારે અમે વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે તે મને ભેટીને રડવા લાગ્યો હતો. મે રડવાનું કારણ પુછ્યું તો તેણે કહ્યું કે, કોરોના કાળમાં મારો આખો પરિવાર ખતમ થઇ ગયો. હવે હું એકલો છું. હું હોસ્પિટલમાં ડોક્ટરોની સામે હાથ જોડીને રડતો રહ્યો પરંતુ મારા માતા-પિતાની સારવાર ડોક્ટરોએ ન કરી. મારા હાથમાં જ મારી માતાએ અંતિમ શ્વાસ લીધા હતા. હું બેરોજગાર છું અને મને કોઇ રસ્તો જ નથી દેખાતો. આ યુવાન એક નથી પરંતુ આવા લાખો યુવાનો હિન્દુસ્તાનમાં છે.

હાલ દેશમાં 2-4 ઉદ્યોગપતિઓ સિવાય તમામ દુખી છે
આદિવાસીઓ સાથે વાત કરો તો તેઓ કહે છે અમારી જમીન છિનવાઇ રહી છે. ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યો. દેશના સામાન્ય વર્ગ પર મોંઘવારીના કારણે ભારે મુશ્કેલી છે. ગૃહીણીઓ પરેશાન છે. દેશમાં હાલ માત્ર 2-4 ઉદ્યોગપતિઓ જ ખુશ હોય તેવું વાતાવરણ પેદા કર્યું છે. કોંગ્રેસ આ તમામ લોકો માટે લડી રહી છે. લોકોના ભવિષ્ય માટે લડી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT