15 વર્ષ બાદ 150 મિનિટની મુલાકાત...Rahul Gandhi એ ભાજપના ગઢમાં ગાબડું પાડવાની જણાવી રણનીતિ!
Rahul Gandhi Gujarat Visit: કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા શનિવારે ગુજરાત પહોંચ્યા હતા, જ્યાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા તેમણે વડાપ્રધાન અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.
ADVERTISEMENT
Rahul Gandhi Gujarat Visit: કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા શનિવારે ગુજરાત પહોંચ્યા હતા, જ્યાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા તેમણે વડાપ્રધાન અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. ઉપરાંત સંબોધનમાં ફરી વખત ગુજરાતને ભાજપમાં હરાવવાનો ઉલેખ કર્યો હતો. આ અંગે તેમણે પોતાની રણનીતિ પણ જણાવી અને કાર્યકરોમાં ઉર્જાનું નવસર્જન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
ગુજરાતને વિઝન આપવાનું કામ
તેમણે પીએમ મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે, જે પોતાને નોનબાયોલોજિકલ કહે છે અને દેશની જનતાને બાયોલોજિકલ કહે છે, જે ખેડૂત, મજૂર અને હીરા ઉદ્યોગમાં કામ કરતા લોકોનું દર્દ નથી સમજી શકતા એ ગુજરાતને કેવી રીતે રસ્તો બતાવી શકે છે? ન બાતીવ શકે. હવે ગુજરાતને વિઝન આપવાનું તમારું કામ છે. ગુજરાતના ખેડૂત, માતાઓ, મજૂરને વિઝન આપવાનું કે અમે તમને આ આપવા જઈ રહ્યા છીએ. આપણો ચૂંટણી ઢંઢેરો જોયો? ભાજપને હલાવી દીધો હતો એવો જ ચૂંટણી ઢંઢેરો 1 લાખ ગુજરાતીઓએ બનાવવાનો છે.
રાહુલ ગાંધીએ સમજાવી આગામી રણનીતિ
સાથે તેમણે કહ્યું કે, ગુજરાત કોંગ્રેસમાં ખામી નથી. ખામી શું છે? તો એક કોંગ્રેસ કાર્યકરે મને કહ્યું કે, રાહુલજી આ પાર્ટીમાં મુશ્કેલી એક જ છે. બે પ્રકારના ઘોડા હોય છે એક રેસનો ઘોડો હોય છે અને એક લગ્નનો ઘોડો હોય છે. કોંગ્રેસ શું કરે છે? રેસના ઘોડાને લગ્નમાં મોકલી દે છે અને લગ્નના ઘોડાને રેસમાં મોકલી દે છે. પરંતુ ગુજરાતમાં આપણે હવે જે રેસનો ઘોડો છે એને રેસમાં અને લગ્નના ઘોડાને લગ્નમાં રાખવાનો છે. ગુજરાતમાં આપણે આ કરવાનું છે. રેસના ઘોડાને રેસમાં લગાવવો છે અને લગ્નનો ઘોડો છે એને વરઘોડામાં નચાવી દઈશું. આપણે પાછલી ચૂંટણીમાં તમે પણ જાણો છો અને હું પણ જાણું છું કે આપણે ભાજપ સામે લડ્યા નહોતા. એથી પહેલા 2017ની ચૂંટણીમાં ત્રણ-ચાર મહિના જ લડ્યા અને પરિણામો જોયા હતા. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાએ બસમાં કહ્યું કે, રાહુલજી ગુજરાતમાં આપણને 40 સીટ મળી રહી છે પણ મેં કીધું કે આપણે ચૂંટણી જીતવા જઈ રહ્યા છીએ. પરંતુ 16 સીટથી ચૂંટણી હારી ગયા. ત્રણ મહિનામાં ફિનિશ લાઈન સુધી પહોંચી ગયા હતા. પરંતુ હવે ત્રણ વર્ષમાં ફિનિશ લાઈનથી પણ આગળ નીકળી જશું.
ADVERTISEMENT
કોંગ્રેસ પાર્ટીનો વિચાર ગુજરાતથી શરૂ થયો હતો
તેમણે કહ્યું કે, આ RSS વાળા અંગ્રેજો સાથે ઊભા રહી ગયા હતા. અમે લડ્યા હતા. અમે દેશને કહ્યું હતું ડરો નહીં, ડરાવશો નહીં. ભાજપે હાથ જોડી લીધા હતા. કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં જીતશે અને ગુજરાતમાંથી જ નવી કોંગ્રેસ પાર્ટી બનશે. મહાત્મા ગાંધીએ કહ્યું હતું ડરો નહીં, ડરાવશો નહીં. આ આગ ગુજરાતથી શરૂ થઈ હતી. આજે કોંગ્રેસ પાર્ટી છે તે પાર્ટીનો વિચાર ગુજરાતથી શરૂ થયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT