રાહુલ ગાંધીને જેના કારણે સરકારી ઘર ખાલી કરવું પડ્યું તે પૂર્ણેશ મોદી સહિત ઘણાએ નથી કર્યા સરકારી બંગલા ખાલી

ADVERTISEMENT

રાહુલ ગાંધીને જેના કારણે સરકારી ઘર ખાલી કરવું પડ્યું તે પૂર્ણેશ મોદી સહિત ઘણાએ નથી કર્યા સરકારી બંગલા ખાલી
રાહુલ ગાંધીને જેના કારણે સરકારી ઘર ખાલી કરવું પડ્યું તે પૂર્ણેશ મોદી સહિત ઘણાએ નથી કર્યા સરકારી બંગલા ખાલી
social share
google news

ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકારના ઘણા મંત્રીઓ પર સરકારી બંગલો પદ પર ન હોવા છતા ખાલી નહીં કરવાનો આરોપ લગાવ્યો છે. જેમાં પૂર્ણેશ મોદીનો પણ સમાવેશ થાય છે. એક તરફ જ્યાં રાહુલ ગાંધી સામે કેસ કર્યા પછી તેમનું સંસદ સભ્યપદ ગુમાવવું અને બાદમાં તુરંત સરકારી આવાસ પણ ખાલી કરાવવાની ઘટનાનો સિલસિલો ઘણા પ્રશ્નો ઊભા કરી ગયો છે ત્યારે કોંગ્રેસે હાલના અમુક મંત્રીઓને બંગલો ન મળતા સર્કિટ હાઉસમાં રહેવું પડતું હોવાનો અને પૂર્વ નેતાઓએ બંગલા ખાલી ન કર્યાનો આક્ષેપ કર્યો છે. ગુજરાતમાં જેટલા પણ પૂર્વ મંત્રીઓ છે તેમાંથી ઘણાએ નૈતિકતાથી પોતાને અપાયેલા બંગલો ખાલી કર્યા થી તેમને કાયદેસરની નોટિસ આપી બંગલા ખાલી કરાવવામાં આવે તેવી માગ કોંગ્રેસ કરી રહી છે.

લોકોના રૂપ્યે તાયફા અને ઉત્સવ
અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા પોતાના કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું કે, ભાજપે રાજકીય કિન્નાખોરી રાખીને રાહુલ ગાંધીને સંસદ સભ્યના પદ પરથી નિષ્કાસિત કર્યા અને છેલ્લા 19 વર્ષથી જે બંગલોમાં તે રહેતા આવ્યા હતા તે બંગો પણ ખાલી કરવા નોટિસ આપી હતી. રાહુલ ગાંધીએ જોકે હસ્તા મોંઢે ઘર ખાલી પણ કરી દીધું છે. પણ બીજી બાજુ ભારત અને ગુજરાતમાં સરકારની તાનાશાહી ચાલે છે, લોકોના રૂપિયે તાયફા અને ઉત્સવો કરાઈ રહ્યા છે. તેનું ઉદાહરણ છે કે ગુજરાતના મંત્રીઓ ગાંધીનગરના સરકારી બંગલો ખાલી કરતા નથી.

કચ્છઃ મુંદ્રા પોર્ટ પર DRIની મોટી તવાઈ, કેમ રોક્યા 49 કન્ટેનર જેમાં છે 500 કરોડનો

આ મોકાનોસરકારી બંગલો પ ખાલી કરાયો નથી
તેમણે કહ્યું કે, આમાં રાહુલ ગાંધી પર માનહાનીનો કેસ કરનાર ભાજપના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી પણ છે કે જેમણે સરકારી બંગોલ ખાલી નથી કર્યો. મંત્રીઓના નિવાસમાં આવેલો પહેલું ગવર્નર હાઉસની સામેનો મોકાનો સરકારી બંગલો ખાલી કરાયો નથી. એ ઉપરાંત પૂર્વ મંત્રી જીતુ ચૌધરી, કિરીટસિંહ રાણા, વિનુ મોરડિયાએ પણ ફાળવાયેલા સરકારી બંગલો ખાલી કર્યા નથી. આ બંગલાનો હાલમાં પણ ઉપયોગ થતો હોવાની જાણકારી મળી છે.

ADVERTISEMENT

કયા બીજા નેતાઓ હતા આ લિસ્ટમાં
તેમણે ઉમેર્યું કે, સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે ભૂતકાળમાં મુખ્યમંત્રીનો બંગલો નંબર 1 ઉપયોગમાં લેવાતો હતો. પણ મૃદુ ગણાતા ભુપેન્દ્ર પટેલ મક્કમતાથી બંગલો નં. 24, 25, 26, 27 અને 28નો ઉપયોગ લોક સેવા માટે કરી રહ્યા છે? પૂર્ણેશ મોદી, જીતુ ચૌધરીના નામની તક્તીઓ પણ તેમના બંગલાની બહાર છે. એટલું જ નહીં અગાઉની રૂપાણી સરકાર સાથે હાંકી કાઢવામાં આવેલા જયેશ રાદડિયા, પ્રદિપસિંહ જાડેજા, જદ્રથ પરમાર, ભુપેન્દ્ર ચુડાસમા, સૌરભ પટેલ, નીતિન પટેલ, ઈશ્વર પટેલ, વિભાવરી દવે, વાસણ આહીર, પરસોત્તમ સોલંકી, ગણપત વસાવા, કુંવરજી બાવળિયા અને રમણલાલ પાટકરે પણ સરકારી બંગલો પાછા આપ્યા ન્હોતા. થોડા જ સમય પહેલા સમાચાર હતા કે હાલના મંત્રીઓને બંગલો નહીં મળતા તેઓ સર્કિટ હાઉસમાં રહેવા મજબુર બન્યા છે. કોંગ્રેસની માગ છે કે પૂર્વ મંત્રીઓ નૈતિકતાથી બંગલા ખાલી કરે, નથી કર્યા તેમને મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવે જેથી લોકોના રૂપિયાનો ખોટો વ્યય થતો અટકાવી શકાય.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT