ગાંધીનગર બાદ હવે સુરત, રાજકોટ અને મોરબીમાં પણ અપાશે દારૂની છૂટ?, જાણો રાઘવજી પટેલે શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

Leaker Permit in Gujarat: એક બાજુ ગુજરાત ડ્રાય રાજ્ય એટલે કે અહીં દારૂબંધી છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા એક મોટો નિણર્ય લેવામાં આવ્યો છે. ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સિટી (Gandhinagar Gift City) ખાતે લીકર પરિમિશનને લઈ રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાંથી દારૂબંધી હળવી કરાઈ છે. હવે ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઈન એન્ડ ડાઈન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ત્યારે એક તરફ સત્તાધારી પક્ષના નેતાઓ આ નિર્ણયને આવકારી રહ્યા છે, તો બીજી બાજુ વિપક્ષના નેતાઓ આ નિર્ણયની નિંદા કરી રહ્યા છે.

રાઘવજી પટેલે શું કહ્યું?

ગિફ્ટ સિટીમાં ‘ડાઈન એન્ડ વાઈન’ મામલે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, રાજ્ય સરકારના નિર્ણયને હું આવકારું છું. ગિફ્ટ સિટીની જરૂરિયાતોને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય વેપારી, તજજ્ઞો આવશે જેથી સમગ્ર નિર્ણય લેવાયો છે.

રાજ્ય સરકાર કરશે વિચારઃ રાઘવજી પટેલ

શું અવનારા સમયમાં સુરત, રાજકોટ, મોરબીમાં પણ દારૂની છૂટ આપવામાં આવશે? આ સવાલના જવાબ પર રાઘવજી પટેલે કહ્યું કે, ‘આ અંગે રાજ્ય સરકાર વિચારણા કરશે.’

ADVERTISEMENT

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ નિંદનીય: ગેનીબેન

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને લઈ બનાસકાંઠાના વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે, રાજ્ય સરકારે ગુજરાતને કલંક લગાડવા નિર્ણય લીધો છે. આ નિર્ણય નિંદનીય છે. સરકારે ગુજરાતમાં જ દારૂની વ્યવસ્થા કરી આપી છે. પહેલા ગુજરાતના દારૂડિયાઓને દારૂ માટે માઉન્ટઆબુ અને અન્ય રાજ્યોમાં જવું પડતું હતું, તેની જગ્યાએ ગુજરાત સરકારે તેમને ગુજરાતમાં જ વ્યવસ્થા કરી આપી છે.

જાણો શું છે નિયમ ?

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સિટી (GIFT City)એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઈકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ”વાઈન એન્ડ ડાઈન” સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય થયેલ છે.

ADVERTISEMENT

કર્મચારીઓ અને માલિકોને પણ અપાશે પરમિટ

આ છૂટછાટ મુજબ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લિકર એકસેસ પરમિટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી “વાઈન એન્ડ ડાઈન” આપતી ગિફ્ટ સીટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લિકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT