Gujarat માં ભાજપ દ્વારા કુલ કોંગ્રેસ મુળના 15 ઉમેદવારોને ટિકિટ આપતા રોષ
અમદાવાદ : ભાજપે વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જો કે આ યાદી જાહેર થયા બાદ ક્યાંક ખુશી છે તો…
ADVERTISEMENT
અમદાવાદ : ભાજપે વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જો કે આ યાદી જાહેર થયા બાદ ક્યાંક ખુશી છે તો ક્યાંય ગમ જોવા મળી રહ્યો છે. કેટલાક ઉમેદવારો સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ જેવા નેતાઓ ભાજપ સામે બળવાના મુડમાં છે. મહુવાથી રાઘવજી મકવાણાના સમર્થનમાં 300 કાર્યકર્તાઓએ રાજીનામા આપી દીધા છે. કચ્છમાં પણ વિરોધ સામે આવ્યો છે. બીજી તરફ ભાજપની 160 ઉમેદવારોની યાદીમાં 15 નેતાઓ તો મુળ કોંગ્રેસી છે. જેમને ભાજપે ટિકિટ આપીને મેદાને ઉતાર્યાં છે.
ઘરના છોકરા ઘંટી ચાટે પાડોશીને આટો
વર્ષોથી ટિકિટની રાહ જોઇને બેઠેલા મૂળ ભાજપના નેતાઓમાં નારાજગી છે. અંદરખાને ચર્ચાઓ શરૂ થઇ રહી છે કે, અમે વર્ષોથી ટિકિટની રાહ જોઇને બેઠા છીએ, પાર્ટી માટે ઘણી મહેનત કરી છે અને આજકાલમાં ભાજપમાં આવેલા લોકોને ટિકિટ મળી રહી છે. અમારી મહેનત પાણીમાં જઇ રહી છે. આ ઉપરાંત અનેક એવી બેઠકો છે કે થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને પાર્ટીએ ટિકિટ આપી દીધી છે. એક દિવસ પહેલા જ ભાજપમાં જોડાયેલા ભગા બારડને ટિકિટ મળી છે, બે દિવસ પહેલા ભાજપમાં ગયેલા મોહન રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહને પણ ટિકિટ મળી છે.
મૂળ કોંગ્રેસના આ નેતાઓને ભાજપે ટિકિટ આપતા મુળ ભાજપના નેતાઓમાં રોષ…
(1) ભગા બારડ, તલાલા
(2) રાજેન્દ્રસિંહ મોહન રાઠવા, છોટાઉદેપુર
(3) હર્ષદ રિબડિયા, વિસાવદર
(4) કુંવરજી બાવળિયા, જસદણ
(5) જવાહર ચાવડા, માણાવદર
(6) જીતુ ચૌધરી, કપરાડા
(7) હાર્દિક પટેલ, વિરમગામ
(8) રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય
(9) જયેશ રાદડીયા, જેતપુર
(10) પ્રદ્યુમ્નસિંહ જાડેજા, અબડાસા
(11) બળવંતસિંહ રાજપૂત, સિદ્ધપુર
(12) અશ્વિન કોટવાલ, ખેડબ્રહ્મા
(13) જયદ્રથ સિંહ પરમાર, હાલોલ
(14) જેવી કાકડિયા, ધારી
(15) રાજેશ ઝાલા- કપડવંજ, કઠલાલ
ADVERTISEMENT
ADVERTISEMENT