રાધનપુરમાં 1 કલાકમાં 3.5 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ, બજારોમાં પાણી ભરાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

પાટણ: ગુજરાતમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે આજે પાટણમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં રાધનપુરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રાધનપુરમાં 1 કલાકમાં જ 3.5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેથી બજારો પાણી-પાણી થઈ ગયા હતા. શહેરના માર્ગો પર 2-3 ફૂટ જેટલા પાણી ભરાયા હતા.

રાધનપુરમાં વરસાદના કારણે રસ્તા પાણીમાં ગરકાવ
રાધનપુરમાં ભારે વરસાદને પગલે શહેરના માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા વાહનો રસ્તામાં બંધ થઈ જતા લોકોએ ધક્કા મારીને તેને લઈ જવા પડ્યા હતા. આખું શહેર થોડા જ સમયમાં પાણી-પાણી થઈ ગયું હતું.

ADVERTISEMENT

અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ
બીજી તરફ આજે અમદાવાદ શહેરમાં પણ બપોર બાદ અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા હતા. શહેરના સેટેલાઈટ, બોપલ, વસ્ત્રાપુર, પાલડી, વાસણા, સરખેજ, ઘાટલોડિયા, નવરંગપુરા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

ગુજરાતમાં સીઝનનો 81 ટકાથી વધુ વરસાદ
ગુજરાતમાં ગઈકાલથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં તમામ 33 જિલ્લાના 198 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં કચ્છના માંડવીમાં 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 81 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. કચ્છમાં સીઝનનો 132 ટકા, ઉત્તર ગુજરાતમાં 68 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 70 ટકા, સૌરાષ્ટ્રમાં 77 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 91 ટકા વરસાદ પડી ચૂક્યો છે.

(વિથ ઈનપુટ: વિપિન પ્રજાપતિ)

 

    follow whatsapp

    ADVERTISEMENT