એસ ટી તંત્ર પર ફરી ઉઠયા સવાલો, ડ્રાઈવરની બેદરકારીનો વીડિયો થયો વાયરલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિરેન જોશી, મહીસાગર: રાજ્યમાં એસ ટી તંત્ર પર અનેક વખત સવાલો ઉઠી ચૂક્યા છે. ત્યારે હવે મુસસફરોની સલામતી ને લઈ સવાલ સામે આવ્યા છે. એસ ટી અમારી સલામત સવારીના સ્લોગન વચ્ચે એસટી બસ ડ્રાઈવર અને કંડકટરની બેદરકારી આવી સામે આવી છે. બસના ડ્રાઈવર ચાલુ ડ્રાઇવિંગ દરમ્યાન મોબાઈલ પર વાતો કરતો વિડિયો સોશીયલ મીડિયા વાઇરલ થયો છે.

મહિસાગરમાં ST બસ ડ્રાઈવરની બેદરકારીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ચાલુ બસે ડ્રાઈવર મોબાઈલ પર વાત કરતો કેમેરામાં કેદ થયો છે. લુણાવાડાથી અમદાવાદની બસનો વીડિયો વાયરલ થતા લોકોમાં રોષ ફોલાયો છે.આ સાથે બસનો કંડક્ટર પણ મોબાઈલમાં મશગુલ થતાં મુસાફરોના જીવ પડિકે બંધાયા હતા. જેમાં મહિસાગરમાં એસ ટી વિભાગ પર સવાલો ઉઠયા છે. ચાલુ ફોન દરમ્યાન જો ડ્રાઈવર સ્ટીયરીંગનો કાબુ ગુમાવેતો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.

ડ્રાઈવર સાથે બસનો કાંડક્ટર પણ મોબાઈલમાં મશગુલ જોવા મળ્યો હતો. કંડકટર સીટ ઉપર પગ પર પર ચઢાવી વાતોમાં મશગુલ હતો. ત્યારે ડ્રાઈવર અને કંડકટરની બેદરકારીની ચર્ચાએ મહિસાગરમાં જોર પકડયું છે. આ સમગ્ર ઘટનાને લઈ બસમા સવાર એક મુસાફરે આ વિડિયો બનાવી લોકોહિતમા સોશીયલ મીડીયામા વાઈરલ કર્યો છે.

ADVERTISEMENT

જુઓ વિડીયો 

સલામત સવારી કે જોખમી ?
સલામત સવારીની પોલ ખુલી થઇ છે. તેમાં બસના ડ્રાઇવરે ચાલુ ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલ પર વાતો કરી છે. જેનો વીડિયો મુસાફરે વાયરલ કર્યો છે. તેમાં લુણાવાડાથી અમદાવાદની બસનો વીડિયો હોવાની પ્રાથમિક માહિતી છે. બસના ડ્રાઈવરે પોતાનો મોબાઈલ પર વાતો કરતા પેસેનજરોના શ્વસ અદ્ધર થયા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT