તમામ સરકારી વાહનો પર લાગશે QR કોડ, કોઇ પણ ગેરવર્તણુંકની સીધી જ ફરિયાદ કરી શકાશે
અમદાવાદ : થોડા દિવસો પહેલા અમદાવાદના દંપત્તી સાથે પોલીસે કરેલા તોડનો કાંડ હવે હાઇકોર્ટના સ્તરે ખુબ જ ગાંઝી રહ્યો છે. હાઇકોર્ટના જજ પણ પોલીસની આવી…
ADVERTISEMENT
અમદાવાદ : થોડા દિવસો પહેલા અમદાવાદના દંપત્તી સાથે પોલીસે કરેલા તોડનો કાંડ હવે હાઇકોર્ટના સ્તરે ખુબ જ ગાંઝી રહ્યો છે. હાઇકોર્ટના જજ પણ પોલીસની આવી હરકતથી સ્તબ્ધ છે. ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા મહત્વપુર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં રાજ્ય સરકારે કોર્ટમાં માહિતી આપતા જણાવ્યું કે, તમામ જાહેર પરિવહનના વાહનો પર હવે QR કોડ લગાવવાનું આયોજન કર્યું છે. જેથી પોલીસ દ્વારા થતી કોઇ પણ હેરાનગતિ કે પરેશાનીના સંજોગોમાં QR કોડ સ્કેન કરીને સીધી જ ફરિયાદ દાખલ કરાવી શકાશે.
નાગરિકો QR કોડ સ્કેન કરીને ફરિયાદ કરી શકશે
નાગરિક QR કોડ સ્કેન કરશે તેનાથી તેને તે વાહનમાં રહેલા સ્ટાફ વિશે માહિતી મળશે સાથે સાથે તેની સાથે થયેલી ગેરવર્તણુંક કરનાર ચોક્કસ કર્મચારી કે સમગ્ર સ્ટાફની ફરિયાદ પણ કરી શકશે. આ ફરિયાદ કર્મચારીના ઉછ્ચ અધિકારી ઉપરાંત હેડક્વાર્ટર ખાતે પણ જશે. જેથી જો ઉચ્ચ અધિકારી છાવરવાનો પ્રયાસ કરે તો પણ ઉચ્ચ સ્તરેથી કાર્યવાહી થશે.
અગાઉના તોડકાંડ કરતા આ તોડકાંડમાં પોલીસને ભુલ પડી સમગ્ર સરકાર બચાવની મુદ્રામાં આવી ગઇ
અત્રે ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ પરથી આવતા મુસાફરો સાથે તોડની આ કોઇ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ આવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી ચુકી છે. જો કે આ કિસ્સામાં ભોગ બનનાર વ્યક્તિ મિલન કૈલાએ સીધી હાઇકોર્ટમાં અરજી કરતા પોલીસ અધિકારીઓ પણ કર્મચારીઓને છાવરી શક્યા નહોતા. હાઇકોર્ટે ઝાટકણી કાઢતા તમામ દોડતા થયા હતા. મજબુરીમાં કે કમને પણ કાર્યવાહી કરવી પડી હતી. સરકારને પણ પોતે કડક કાર્યવાહી કરી રહી છે તેવો દેખાડો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT