રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકનાર પુરુષોત્તમ પીપળીયાને મળી ધમકી, જાણો શું છે મામલો
રાજકોટ: ગુજરાતમાં રેન્દ્રકુમાર શાસ્ત્રીના સુરત, અમદાવાદ અને રાજકોટમાં દરબાર યોજવાના છે. આ દરમિયાન બાગેશ્વર ધામના ધીરેન્દ્રકુમાર શાસ્ત્રીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. રાજકોટના સહકારી આગેવાન પરસોત્તમભાઈ…
ADVERTISEMENT
રાજકોટ: ગુજરાતમાં રેન્દ્રકુમાર શાસ્ત્રીના સુરત, અમદાવાદ અને રાજકોટમાં દરબાર યોજવાના છે. આ દરમિયાન બાગેશ્વર ધામના ધીરેન્દ્રકુમાર શાસ્ત્રીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. રાજકોટના સહકારી આગેવાન પરસોત્તમભાઈ પીપળીયાએ ગઈ કાલે ડ્રગ્સ ક્યાંથી આવે છે તેવો સવાલ પૂછતાં અને જવાબ આપે તો પાંચ લાખ ઇનામ આપવાની જાહેરાત બાદ તેમને સતત ધમકી મળી રહી છે.
મારી ફેસબુક પોસ્ટ પર ગાળો અને ધમકી મળવા લાગી છે. ફોન આવ્યા અને ઘરનું સરનામું પૂછવામાં આવે છે. સીધી અને આડકતરી રીતે ધમકી મળી રહી છે. એ ધમકી થી નાસીપાસ નહીં થાવ. જે ધર્મ અને ધતિંગનો ફરક છે એ અલગ પાડવાનો છે. તેમના ધર્મના કાર્યક્રમને આવકરું છું પરંતુ ધતિંગના કાર્યક્રમ છે . ચિટ્ઠીનાખે છે તેના તરફ વાંધો છે. પોલીસ પ્રોટેક્શનની જરુંર નથી અને મારા 63 વર્ષ થાય છે. ધમકી આપનારનો રાજીપો થાય જે કરવું હોય તે કરે અને મારા સરંક્ષણ માટે હું જાતે કરીશ.
જાણો શું કહ્યું હતું પુરુષોત્તમ પીપળીયાએ
બાબા બાગેશ્વરને તાંત્રિક ગણાવીને રાજકોટ કોમર્શિયલ કો ઓપરેટીવ બેંકના સીઈઓ પુરસોત્તમ પીપરીયાએ પડકાર ફેંક્યો છે. પુરુષોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વરના વિરોધમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને કેટલાક પડકાર ફેંક્યા હતા. પોતાની પોસ્ટમાં પુરુષોત્તમ પીપળીયાને ડ્રગ્સ ક્યાંથી આવે તે તેની માહિતી આપવાનો પડકાર ફેંક્યો હતો. એટલુ જ નહી, જો બાબા બાગેશ્વર ડ્રગ્સની જાણકારી આપે તો પાંચ લાખનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી. પુરુષોત્તમ પીપળીયાએ બાબા બાગેશ્વર વશીકરણની વિદ્યાનો દુરૂપયોગ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. જો બાબા ત્રિકાળ જ્ઞાની હોય તો ડ્રગ્સ ક્યાંથી આવે તેની માહિતી આપે અને જો બાબા ડ્રગ્સ સપ્લાય ચેઈનની માહિતી આપશે તો તે પોતે બાબા બાગેશ્વરનું મંદિર બનાવશે તેવી જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
(ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)
ADVERTISEMENT