મંત્રીજીએ એરપોર્ટ જોયું, નવા એરપોર્ટની વાત કરી પણ પ્લેન ક્યાં એવું પુછતા થયા મૌન

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદા : અમદાવાદથી કેવડિયા સીપ્લેન સેવા ફરી ક્યારે શરૂ થશે તેવું પુછવામાં આવતા રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ મૌન સેવ્યું હતું. વોટર એરોડ્રોમની મુલાકાત લીધી હતી આ ઉપરાંત નવી જેટી બનાવવાની વાત પણ કરી હતી. જો કે હજુ પણ સી પ્લેન ક્યારે ઉડશે તે અંગે કહ્યું કે હાલ પ્રક્રિયા ચાલી રહી છે. જો કે સ્પષ્ટ જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું.

અમદાવાદથી કેવડિયા સી પ્લેનની સેવા 2 વર્ષથી બંધ
અમદાવાદથી કેવડિયા કોલોની સી પ્લેનની સેવા છેલ્લા 2 વર્ષથી બંધ પડેલી છે. જેની જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો પરંતુ આ સેવા લાંબુ ચાલી શકી નહોતી. આ ઉપરાંત ચાલ્યું તેટલો સમય પણ માંડ માંડ ચાલ્યું હતું. તેને મેન્ટેનન્સ માટે માલદિવ મોકલવામાં આવતું હતું. છેલ્લા ઘણા મહીનાઓથી સી પ્લેન સેવા બંધ છે, ત્યારે નાગરિક ઉડ્ડયન મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી પૂર્ણેશ મોદી શુક્રવારના રોજ કેવડિયા એકતાનગર વોટર એરોડ્રામની મુલાકાત કરી હતી.

વોટર એરોડ્રોમ અને જેટ્ટીની મુલાકાત લીધી
જેમાં વોટર એરોડ્રામનું રીનોવેશન અને જેટી નવી બનાવવાની વાત કરી હતી. જો કે સી પ્લેન ક્યારે સારું થશે એ વાત પર મૌન સેવી પ્લેનની વાત અંડર પ્રોસિઝરમાં છે તેવો ઉત્તર આપ્યો હતો. ગુજરાતના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીએ એકતાનગર (કેવડીયા) ખાતેના વોટર એરોડ્રામની મુલાકાત લીધી ત્યારે સફાઈ અને રીનોવેશનની વાત પણ કરી હતી. સી પ્લેન ક્યારે આવશે જેની વાત કરી નહોતી.

ADVERTISEMENT

31 ઓક્ટોબરે પીએમ મોદી ગુજરાત આવે તેવી શક્યતા
જોકે આગામી 31 ઓકટોબરે ચાલુ થાય એવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. 31 ઓક્ટોબરના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા આવશે ત્યારે સી પ્લેન પણ આવશે એવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ જેની તૈયારીઓ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સી પ્લેનની શરૂઆત જોરશોરથી થઇ હતી પરંતુ તે લાંબો સમય ચાલી શકી નહોતી.

    follow whatsapp

    ADVERTISEMENT