ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ પૂર્ણેશ મોદીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: મોદી સરનેમ પર આપેલા નિવેદન મામલે રાહુલ ગાંધીને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે માનહાનિ મામલામાં સજા પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો છે. હાઈકોર્ટે સુરતની નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને લઈ પૂર્ણેશ મોદીએ પ્રતિક્રિયા આપી છે.

ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને લઈ પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે, કોર્ટનો જે નિર્ણય છે તેમણે તમામે સ્વીકારવો જોઇએ. તે જ સાચા અર્થમાં સત્ય મેવ જયતે છે. 2019ની ચૂંટણીમાં કર્ણાટકમાં બેંગલુરુથી 100 કિમી દૂર કોંગ્રેસે એક જનસભાનું આયોજન કર્યું હતું. જેમાં રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું હતું . કે તમામ ચોરની સરનેમ મોદી કેમ છે. ત્યારે આ મામલે અમે કોર્ટમાં ગયા હતા. જેમાં રાહુલ ગાંધીને 2 વર્ષનિસ સજા ફટકારવામાં આવી હતી.

રાહુલની અરજી ફગાવતા હાઈકોર્ટે શું કહ્યું?
હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ હેમંત પૃચ્છકની બેન્ચે અરજી ફગાવી દેતા જણાવ્યું હતું કે, અરજદાર સંપૂર્ણપણે અસ્તિત્વમાં નથી તેવા આધાર પર રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કોર્ટે કહ્યું કે, તેનો એક સુસ્થાપિત સિદ્ધાંત છે કે નીચલી કોર્ટના દોષ સિદ્ધ ઠેરવવાના આદેશ પર સ્ટેનો કોઈ નિયમ નથી, પરંતુ એક અપવાદ છે, જેનો દુર્લભ કેસોમાં આશરો લેવો જોઈએ.
કોર્ટે કહ્યું કે, યોગ્યતા માત્ર સાંસદો, ધારાસભ્યો સુધી મર્યાદિત નથી. અરજદાર સામે 10 જેટલા ફોજદારી કેસ પેન્ડિંગ છે.

ADVERTISEMENT

સુરત કોર્ટે 23 માર્ચે સજા સંભળાવી હતી
રાહુલ ગાંધીને સુરત કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને 23 માર્ચે બે વર્ષની સજા ફટકારી હતી. દોષી ઠેરવ્યા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. સભ્યપદેથી અયોગ્ય જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ કેરળના વાયનાડમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તેમનો અવાજ દબાવવાનું કામ કરી રહી છે, પરંતુ તેઓ ડરતા નથી.

    follow whatsapp

    ADVERTISEMENT