સામાન્ય બોલાચાલીમાં રિવરફ્રન્ટ પર જાહેરમાં કરી દીધી હત્યા, લોકોના ટોળાંએ પોલીસને હત્યાની પણ જાણ ન કરી
અમદાવાદ: રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન લૂંટ અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન હત્યાની વધુ એક ઘટના સામે…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન લૂંટ અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર જાહેરમાં નજીવી બાબતે બોલાચાલીમાં યુવકની હત્યાનો મામળો સામે આવ્યો છે. લોકોના ટોળાં વચ્ચે જાહેરમાં હત્યા કરી આરોપી ફરાર થયા હતા.
રિવરફ્રન્ટ પર ફલ પધરાવવા આવેલા બે વ્યકિતને નજીવી પૂછપરછમાં ઉશ્કેરાયેલા બે યુવકોએ ત્યાં કામ કરતા હરીશ નામના વ્યક્તિને ગડદાપાટુનો માર મારી લોકોની વચ્ચે જ હત્યા કરી દીધી હતી. ત્યારે ઘટનાને પગલે પોલીસે CCTVના આઘારે એક આરાપીની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી ફરાર છે.
નજીવી વાતમાં થયો હતો ઝગડો
હત્યાની ઘટના ઘટી હતી તે દરમિયાન 100થી વધુ લોકોનું ટોળું મુખપ્રેક્ષની જેમ સામે ઊભું હતું કોઈ પણ ઘટનાને રોકવા આગળ ન આવ્યું હતું. ત્યારે પોલીસના સકંજામાં આવેલ મેહુલ દંતાણીએ તેના એક મિત્ર સાથે મળી યુવકની હત્યા કરી છે. 11 એપ્રિલના રાત્રે 8 વાગ્યે મેહુલ દંતાણી તેના મિત્ર સાથે ડફનાળા સાઈડ આવેલા સાબરમતી રિવરફ્રન્ટ પર ફૂલ પધારવા આવ્યો હતો. કામ કરી રહેલા મજૂર હરીશ પરમારે પૂછ્યું હતું કે, કેમ અહીંયા આવ્યા છો. બસ આ જ વાતને લઈ મેહુલ અને તેના મિત્રએ હરીશ સાથે ઝઘડો શરૂ કરી દીધો.
ADVERTISEMENT
માથાના ભાગે માર મારી ફરાર
ઉશેકેરાયેલા મેહુલે હરીશનું આધાર કાર્ડ ચેક કર્યું હતું. બાદમાં હરીશ ત્યાંથી ભાગી ગયો અને મેહુલ તેનો મિત્ર એક્ટિવા પર તેને પકડવા પાછળ ગયા હતા અને હરિશને પકડીને એક્ટિવા પર બેસાડી લઈ જઈ રહ્યા હતા. તેવામાં એક્ટિવાને અકસ્માત થતાં જ ત્રણેય નીચે પટકાયા હતા. જે બાદ મેહુલ અને તેના મિત્રએ ભેગા મળી હરીશને ગડદાપાટુનો મારમારી અને લાકડાના દંડા વડે માથાના ભાગે માર મારી ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો: જામનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માતઃ ટ્રેક્ટર-કાર ભટકાતા 4 વ્યક્તિના જીવ ગયા
ADVERTISEMENT
હત્યા બાદ લોકોના ટોળાએ પોલીસને કોઈએ જાણ પણ આપી ન હતી.ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ પોલીસને ઘટનાના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. જેની તપાસ કરતા ગાડીનો નંબર મળ્યો હતો. અને ગાડી નંબરના આધારે મેહુલ દંતાણીની ધરપકડ કરી હતી. અને તેની પૂછપરછ કરતા સામાન્ય બોલાચાલીમાં હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. ત્યારે હત્યામાં વાપરેલ લાકડું કબ્જે કરવા તજવીજ હાથ ધરી છે. જેને લઈને કોર્ટમાં 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હત્યા કરનાર અન્ય એક આરોપીને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT