VADODARA માં અજાણ્યા વાહનની અડફેટે PSI નું મોત, પોલીસ તપાસ શરૂ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા : કરજણ નેશનલ હાઇવે પર માંગલેજ ચોકડી નજીક પંદર દિવસ પહેલા અકસ્માતમાં ઘાયલ થનારા નારેશ્વર આઉટપોસ્ટનાં PSI નું મોત નિપજ્યું છે. તેમનું 10 મહિના પહેલા જ PSI નું પ્રમોશન આવ્યું હતું. તેઓ ફરજ બજાવીને ઘરે જઇ રહ્યા હતા ત્યારે કોઇ અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. આ પીએસઆઇના પત્ની પણ વડોદરા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવે છે.

ઘટનાને પગલે પોલીસ બેડમાં શોકની લહેર
ઘટનાને પગલે વડોદરા શહેર પોલીસ બેડામાં ગમગીની છવાઇ છે. વડોદરા સીટી પોલીસ લાઇનમાં રહેતા કરજણ નારેશ્વર આઉટપોસ્ટના ઇન્ચાર્જ PSI રવિચંદ્ર બાબુભાઇ નિનામાં સાંજે પોતાની ફરજ પુરી કરીને બાઇક પર પરત આવી રહ્યા હતા. ઘરે આવતા પહેલા પોતાના પત્નીને ફોન પણ કર્યો હતો. પોતે નારેશ્વરથી નિકળી રહ્યા હોવાની માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તેમના પત્ની પણ વડોદરા મહિલા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવે છે.

હાલમાં જ પ્રમોશન મળ્યું હતું
જો કે તેમને વડોદરા આવતા માંગલેજ ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેથી કોઇ સ્થાનિક વ્યક્તિએ તેમના પત્નીને આ અંગે જાણ કરી હતી કે અહીં તેઓ ઘાયલ અવસ્થામાં પડ્યા છે અને કોઇ અજાણ્યા વાહને ટક્કર મારી હોય તેવું લાગી રહ્યું છે. તેઓને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે પાંચ દિવસ ચાલેલી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. હાલ તો પોલીસ દ્વારા આ અંગે તપાસ ચલાવાઇ રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT