EXCLUSIVE: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં, વડોદરામાં રોડશો, પાવાગઢ દર્શન બાદ ગરબે ઘુમશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાતમાં હાલ વિધાનસભા ચૂંટણીનો માહોલ ભરપુર જામી ચુક્યો છે. તમામ પક્ષો પોતપોતાની રીતે શક્તિ અજમાવી રહ્યા છે. જો કે હાલમાં જ નવી આવેલી આમ આદમી પાર્ટી પણ ખુબ જ આક્રમક છે પરંતુ ગુજરાત કોંગ્રેસ હજી પણ જોઇએ તેટલી આક્રમક નથી લાગી રહી. કાર્યકર્તાઓ પણ ત્રણ દાયકાથી સત્તાની રાહ જોઇને થાકી ચુક્યા હોય તે પ્રકારે નિસ્તેજ લાગી રહ્યા છે. તેવામાં કાર્યકર્તાઓથી માંડીને નેતાઓમાં નવો જોમ ભરવા માટે પ્રિયંકા ગાંધી ગુજરાત આવે તેવી શક્યતાઓ છે.

ગુજરાતમાં આંતરિક સુત્રો પાસેથી મળી રહી છે માહિતી
કોંગ્રેસના આંતરિક સુત્રોએ GUJARAT TAK ને આપેલી માહિતી અનુસાર 30 સપ્ટેમ્બરે પ્રિયંકા ગાંધી ગુજરાતના મહેમાન બનશે. તેઓ વડોદરામાં એક વિશાળ રેલી કરશે અને ત્યાર બાદ એક વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે. આ ઉપરાંત તેઓ પાવાગઢ મહાકાળી મંદિરના દર્શન કરે તેવી શક્યતાપણ છે. આ ઉપરાંત તેઓ આણંદમાં એક વિશાળ મહિલા સભા સંબોધિત કરશે. ત્યાર બાદ તેઓ વડોદરા અથવા આણંદમાં ગરબા પણ રમશે.

આંતરિક કલહથી બચાવવા અને કાર્યકર્તાઓને ઉર્જા સંચાર માટે તૈયાર
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસ આંતરિક કલહથી હાલ ખુબ જ પરેશાન છે. કાર્યકર્તાઓ પણ ખુબ જ પરેશાન છે. તેવામાં જરૂરી છે કાર્યકર્તાઓને નવો જોમ અને જુસ્સો મળે તે અંતર્ગત જ રાહુલ ગાંધી પણ અમદાવાદમાં જનસભાસંબોધિત કરી ચુક્યાં છે. કાર્યકર્તાઓને તેઓ ટાઇગર ગણાવી ચુક્યાં છે. તો બીજી તરફ હવે પ્રિયંકા ગાંધી પણ વડોદરા અને મધ્યગુજરાતના કાર્યકર્તાઓને સંબોધિત કરશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT