વડાપ્રધાન આજે લેશે કચ્છની મુલાકાત, જાણો સમગ્ર કાર્યક્રમ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ પોતાના વતન ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે 28 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાત લેશે. પોતાના ડ્રીમ પોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આજે સવારે ૧૦ કલાકે કચ્છના ભુજ ખાતે નિર્માણ કરાયેલા ‘સ્મૃતિ વન મેમોરિયલ’ની મુલાકાત લઈ તેનું ઉદઘાટન કરશે. વડાપ્રધાન મોદી તેની સાથે ખૂબ જ ભાવનાત્મક રીતે જોડાયેલા છે. આ મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે ૧૧:૩૦ કલાકે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા-KSKV યુનિવર્સિટી ગ્રાઉન્ડ, ભુજ ખાતે યોજાનાર જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જનસંબોધન કરશે.

કચ્છના લોકો પર લોકાર્પણ અને ખાતમુહૂર્તનો વરસાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2001ના કચ્છમાં આવેલ ભૂકંપને લઈ સંવેદનશીલ હતા.  ત્યારે કચ્છમાં આજે વિવિધ પ્રકલ્પોનું લોકોર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આજે તા. ૨૮મી ઓગસ્ટના રોજ કચ્છ શાખા નહેર તથા સ્મૃતિવન સહિત કુલ રૂ.૫૦૭૯.૪૨ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સ્મૃતિવનની મુલાકાત બાદ વડાપ્રધાન કચ્છ યુનિવર્સિટી ખાતે સભા સંબોધશે. વડાપ્રધાનને આવકારવા સમગ્ર કચ્છમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે તેમજ વહીવટી તંત્ર દ્વારા પણ કાર્યક્રમ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રૂ. ૩૭૫ કરોડના ખર્ચે ભુજીયા ડુંગર ખાતે સ્મૃતિવન સ્મારકની વડાપ્રધાન મુલાકાત લઈ લોકાર્પણ કરશે.

સ્મૃતિવનના લોકાર્પણ અને સન પોઇન્ટની મુલાકાત બાદ તેઓ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધન કરશે. સાથે કચ્છ શાખા નહેર, સ્મૃતિવન મેમોરિયલ, ભુજ-નખત્રાણા સબસ્ટેશન, પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, વીર બાળ સ્મારક, ડો.બાબાસાહેબ આંબેડકર સંમેલન કેન્દ્ર તેમજ સરહદ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરાશે. સાથે જ ભુજ-ભીમાસર નેશનલ હાઇવે, માતાના મઢના વિકાસ કાર્યો, ગાંધીધામ અન્ડર ગ્રાઉન્ડ ડક્ટ, સ્વર્ણિંમ જયંતિ અન્વયેના ગાંધીધામ પાલિકાના વિકાસ કામોનું પણ ખાતમુહૂર્ત કરાશે

ADVERTISEMENT

કચ્છ યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતેના સભામંડપમાં અન્ય ૬ કામોનું ઇ-લોકાર્પણ તથા ૫ કામોનું ઇ- ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં રૂ.૧,૭૪૫ના કરોડના ખર્ચે બનેલા કચ્છ શાખા નહેર રૂ.૧,૧૮૨ના કરોડના ખર્ચે બનેલા નખત્રાણા અને ભુજ સબસ્ટેશન, રૂ. ૧૨૯.૨૨ કરોડના ખર્ચે બનેલો ચાંદ્રાણી ખાતેનો સરહદ ડેરીનો દૂધ ઉત્પાદન અને પેકેજીંગ પ્લાન્ટ, રૂ.૮૯.૧૩ કરોડના ખર્ચે બનેલ ભુજનું પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, રૂ.૩૯ કરોડના ખર્ચે બનેલું ગાંધીધામ ખાતેનું ડો.બાબાસાહેબ આંબેડકર સંમેલન કેન્દ્ર, રૂ.૧૭.૫૦ કરોડના ખર્ચે આકાર પામેલું અંજાર ખાતેનું વીર બાળ સ્મારક એમ કુલ ૬ વિકાસકામોનું ઇ-લોકાર્પણ કરાશે.

જયારે રૂ.૧,૩૭૩ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ભુજ- ભીમાસર નેશનલ હાઇવે પ્રોજેકટ, રૂ.૪૩.૪૦ કરોડના ખર્ચે બનેલ ગાંધીધામની અન્ડરગ્રાઉન્ડ ડક્ટ, રૂ.૩૨.૭૧ કરોડના ખર્ચે માતાના મઢના પર્યટન વિકાસના કામો, ગાંધીધામ નગર પાલિકાના સ્વર્ણિમ જયંતિ અન્વયેના રૂ. ૨૨.૬૭ કરોડના તથા રૂ. ૩૦.૭૯ કરોડના બે કામો સહિત કુલ ૫ કામોનું ખાતમુહૂર્ત કરશે.

ADVERTISEMENT

સાંજે દિલ્હી જવા રવાના થશે
ભુજથી વિવિધ વિકાસ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત તેમજ તૈયાર પ્રકલ્પો રાષ્ટ્રને સમર્પિત કરીને રાજભવન, ગાંધીનગર પરત ફરશે. ત્યાર બાદ વડાપ્રધાન મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સાંજે ૫.૦૦ કલાકે યોજાનાર ‘ભારતમાં સુઝુકીના ૪૦ વર્ષ’ સ્મૃતિ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપશે અને અંદાજે સાંજે ૬.૪૦ કલાકે દિલ્હી જવા રવાના થશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT