વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાતના પ્રવાસે, રાજકોટને આપશે આ ખાસ ભેટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત પોતાના વતન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. 27 અને 28 જુલાઈએ ગુજરાતની મુલાકાત લેશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટને મોટી ભેટ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જુલાઇએ હીરાસર એરપોર્ટનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિરાસર એરપોર્ટ આવશે અને ત્યાં જ જનસભા સંબોધશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. આ દરમિયાન હવે રાજકોટમાં 1400 કરોડના ખર્ચે તૈયાર થયેલ હીરાસર એરપોર્ટ શરૂ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરાસર એરપોર્ટના લોકાર્પણ બાદ ગાંધીનગર જવા રવાના થશે. ગાંધીનગર ખાતે સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળ સાથે ડિનર ડિપ્લોમસી કરશે. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ સહિત પાર્ટીના હોદ્દેદારો હાજર રહેશે. તેમજ નવી સરકાર રચાયા બાદ મુખ્યમંત્રી સહિત ગુજરાતના મંત્રીમંડળ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ બેઠક કરશે.

28 તારીખે પણ વડાપ્રધાન મોદી ગુજરાતમાં રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જુલાઈના રોજ ત્રણ દિવસીય સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ત્રણ દિવસીય સેમીકોન ઈન્ડિયા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતને સેમી-કન્ડક્ટર હબ બનાવવાની દિશામાં આ કોન્ફરન્સ એક મોટું પગલું માનવામાં આવે છે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: બ્રિજેશ દોશી, અમદાવાદ)

    follow whatsapp

    ADVERTISEMENT