Suratમાં પીએમ મોદીએ આપી વિકાસની ભેટ, કહ્યું- ‘સુરત કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં’
PM Modi in Surat Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે પહોંચ્યા છે. સુરત એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.…
ADVERTISEMENT
PM Modi in Surat Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે પહોંચ્યા છે. સુરત એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ પીએમ મોદીએ સુરતના નવા એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ધાટન કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીનો સુરત એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધી રોડ શૉ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શૉમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આ દરમિયાન રસ્તાઓ મોદી-મોદીના નારાથી ગૂંજી ઉઠ્યા હતા. ત્યારબાદ મોદીનો કોન-વે ડાયમંડ બુર્સ પહોંચ્યો હતો અને અહીં મોદીએ ડાયમંડ બુર્સનું લોકાર્પણ કર્યું હતું. તેમજ ડાયમંડ બુર્સને નિહાળ્યું હતું.
PM મોદીની સુરતની મુલાકાતનું લાઈવ અપડેટ….
‘ભારત વિશ્વની ટોપ ત્રણ ઈકોનોમીમાં સામેલ થશે’
પીએમ મોદીએ કહ્યું કે, તમે બધા જાણો છો કે ગત 10 વર્ષમાં ભારત 10માં નંબરની આર્થિક શક્તિથી આગળ વધીને પાંચમા નંબરે પહોંચી છે અને હવે ભારત વિશ્વની ટોપ ત્રણ ઈકોનોમીમાં સામેલ થશે. સરકારે આવનારા 25 વર્ષનો ટાર્ગેટ પણ લક્ષ્ય સેટ કર્યો છે. જેના પણ સરકાર કામ કરી રહી છે.
ADVERTISEMENT
સુરત બુર્સ સિટી તરીકે ઓળખાશેઃ PM
પીએમ મોદીએ જણાવ્યુ કે પહેલા સુરતને સનસિટી તરીકે ઓળખવામાં આવતી હતી. તેને હવે બુર્સ સિટી તરીકે ઓળખવામાં આવશે. તો સુરતીઓ મોદીની ગેરંટીની જાણ ઘણા વર્ષોથી જાણે છે. આ ગેરંટીનું સૌથી મોટું ઉદાહરણ સુરતનું ડાયમંડ બુર્સ છે.
આજે સુરત મિની ભારત બની ગયું છે
આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યું કે, પહેલા હું અહીં એરપોર્ટ પર આવતો ત્યારે લાગતું કે, એરપોર્ટ છે કે બસપોર્ટ, પણ આજે સુરત મિની ભારત બની ગયું છે. આજે 184 દેશના ધ્વજ સુરતમાં ફરકી રહ્યા છે.
ADVERTISEMENT
સુરત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીંઃ PM મોદી
ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, સુરત એટલે હુરત. સુરત પાસે ઈતિહાસનો અનુભવ છે. અમારું સુરત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં. આમ બધી વાતે સુરતીને ગમે તેટલી ઉતાવળ હોય પણ ખાણી પીણીની દુકાનમાં લાઇનમાં ઉભા રહેવાની ધીરજ હોય.
ADVERTISEMENT
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi addresses at the inauguration of Surat Diamond Bourse. pic.twitter.com/3S6zeZZDf7
— ANI (@ANI) December 17, 2023
ડાયમંડ બુર્સમાં CM ભૂપેન્દ્ર પટેલનું સંબોધન
PM મોદીએ ડાયમંડ બુર્સનું લોકાર્પણ કર્યું
એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધી પીએમ મોદીનો રોડ શો યોજાયો હતો. જેમાં તેમણે ઉપસ્થિત જન મેદનનીનું અભિવાદન ઝીલ્યું હતું. રોડ શો બાદ પીએમ મોદી ડાયમંડ બુર્સ પહોંચ્યા છે અને તેનું લોકાર્પણ કર્યું છે.
Gujarat: Prime Minister Narendra Modi inaugurates the Surat Diamond Bourse
It will be the world’s largest and modern centre for international diamond and jewellery business. It will be a global centre for trading both rough and polished diamonds as well as jewellery. The… pic.twitter.com/2bEz3J3RGv
— ANI (@ANI) December 17, 2023
એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધી PM મોદીનો રોડ શૉ
નવા એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ધાટન કર્યા બાદ સુરતમાં પીએમ મોદીનો રોડ શો યોજાયો છે. જેમાં મોટી સંખ્યામાં જન મેદની ઉમટી છે.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने गुजरात के सूरत में रोड शो किया। इस दौरान लोगों की भारी भीड़ उमड़ी। pic.twitter.com/MnjTWwWcMD
— ANI_HindiNews (@AHindinews) December 17, 2023
નવા એરપોર્ટ ટર્મિનલનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન
સુરત એરપોર્ટ પર આગમન બાદ પીએમ મોદીએ સુરતમાં નવા એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું છે. આપને જણાવી દઈએ કે આજે સુરતવાસીઓ માટે મહત્વનો દિવસ છે.આજે વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ બિલ્ડીંગ એટલે કે સુરતની ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થવાનું છે.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi inaugurates the New Integrated Terminal Building of Surat Airport. pic.twitter.com/79M7UJEZn1
— ANI (@ANI) December 17, 2023
પીએમનું સુરત એરપોર્ટ પર આગમન
પીએમનું સુરત એરપોર્ટ પર આગમન થયું છે. CM ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યુ છે.
ADVERTISEMENT