Gujarat નું ગૌરવ: આઇસલેન્ડની યુનિવર્સિટી સરમાનું પુછતા આ યુવતી પાસે પહોંચી
અમદાવાદ : આઇસલેન્ડ યુનિવર્સિટી અને યુનેસ્કો દ્વારા જાતીય સમાનતા પ્રોગ્રામ અંતર્ગતની ફેલોશીપ માટે સમગ્ર દેશમાંથી એકમાત્ર ગુજરાતી યુવતીની પસંદગી કરવામાં આવી છે. સમગ્ર દેશમાંથી જાતિય…
ADVERTISEMENT
અમદાવાદ : આઇસલેન્ડ યુનિવર્સિટી અને યુનેસ્કો દ્વારા જાતીય સમાનતા પ્રોગ્રામ અંતર્ગતની ફેલોશીપ માટે સમગ્ર દેશમાંથી એકમાત્ર ગુજરાતી યુવતીની પસંદગી કરવામાં આવી છે. સમગ્ર દેશમાંથી જાતિય સમાનતા પ્રોગ્રામ હેઠળ બે યુવાનોની પસંદગી થઈ છે. જેમાં એક ગુજરાતી યુવતી છે.
આઇસલેન્ડ યુનિવર્સિટી અને યુનેસ્કોનો સંયુક્ત પ્રોગ્રામ
અદિતી રિન્દાની આઇસલેન્ડ યુનિવર્સિટી અને યુનેસ્કો દ્વારા જાતીય સમાનતા પ્રોગ્રામ અંતર્ગતની ફેલોશીપ માટે પસંદ થઇ છે. અદિતી મુળ જામનગરની વતની છે. હાલ તે અમદાવાદમાં રહે છે. અદિતી હવે આઈસલેન્ડ યુનિવર્સિટીમાં જાતિ સમાનતા પર અભ્યાસ કરીને માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરશે. આ એક કોર્સ સ્કોલરશિપ છે, એટલે કે અદિતીનો અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ આઇસલેન્ડની સરકાર ભોગવશે.
આદિતી લાંબા સમયથી અદિતી લૈંગિક સમાનતા પર કામ કરી રહ્યા છે
અદિતી છેલ્લા 10 વર્ષથી જાતિય સમાનતા બાબતે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. અદિતીએ 2019માં બર્લિનમાં ‘આઈ સાઈન્ટિસ્ટ’ કોન્ફ્રન્સમાં ભારતમાં જાતિય સમાનતા પર પ્રવચન આપવા માટે આમંત્રણ મળ્યું હતું. આ ઉપરાંત અનેક આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પ્રોજેક્ટમાં પણ તેઓ કામ કરી ચુક્યાં છે.
ADVERTISEMENT
પ્રતિવર્ષ સ્પર્ધામાં લાખો યુવાનોમાંથી ગણત્રીના લોકોની પસંદગી થાય છે
ફેલોશીપમાં દર વર્ષે 20 જેટલા યુવાન પ્રોફેશનલીની પસંદગી કરવામાં આવે છે. 31 દેશોના 172 વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં આ ફેલોશિપમાં ભાગ લઈ ચુક્યાં છે. આઇસલેન્ડ યુનિવર્સિટી અને યુનેસ્કો એક પ્રેગ્રામ ચલાવે છે. 2009માં ફેલોશીપના કાર્યક્રમની શરૂઆત થઇ હતી. જાતિય સમાનતા અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવાનું કામ કરવા માટે કામગીરી કરી ચુકેલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. વિદ્યાર્થીર્થીઓને માસ્ટર ડિપ્લોમા પૂર્ણ થઈ ગયા પછી સર્ટિફિકેટ એનાયત કરાય છે. આ પ્રોગ્રામ પાંચ મહિના જેટલો સમય ચાલે છે, જેનો ખર્ચ ત્યાંની સરકાર આપે છે. સ્કોલરશિપ પ્રોગ્રામમાં તમામ સગવડો ઉપરાંત સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવે છે.
ADVERTISEMENT