ગુજરાતના સપૂતને સલામ : જવાન સંજયકુમારને રાષ્ટ્રપતિએ શૌર્ય ચક્રથી કર્યા સન્માનિત

ADVERTISEMENT

shaurya chakra Sanjay kumar
નાયબ સુબેદાર સંજયકુમાર બારીયા
social share
google news

Shaurya Chakra Sanjay kumar : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 5 જુલાઈના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં દેશના બહાદુર સપૂતોને કીર્તિ ચક્ર અને શૌર્ય ચક્રથી સન્માનિત કર્યા હતા. દ્રૌપદી મુર્મુએ સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાજ્ય/યુટી પોલીસના કર્મચારીઓને 10 કીર્તિ ચક્ર (સાત મરણોત્તર) અને 26 શૌર્ય ચક્રો એનાયત કર્યા. સપૂતોને વિશેષ બહાદુરી, અદમ્ય સાહસ અને ફરજ પ્રત્યે અત્યંત સમર્પણ દર્શાવવા બદલ આ પુરસ્કારો આપવામાં આવ્યા હતા.

ગુજરાતના સંજયકુમાર બારીયાને શૌર્ય ચક્રથી કરાયા સન્માનિત

ભારતીય સેનામાં નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવતા પંચમહાલ જિલ્લાના વતની સંજયકુમાર બારીયાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના વરદ્હસ્તે શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા છે. તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, અદમ્ય સાહસ અને અસાધારણ વીરતાથી દેશની રક્ષા કરતા ભારતીય સેનાના સૌ જવાનો પ્રત્યે દેશવાસીઓને ગર્વ છે.

આ સપૂતોને મળ્યું સન્માન

21મી બટાલિયન પેરાશૂટ રેજિમેન્ટ (સ્પેશિયલ ફોર્સિસ) મેજર દિગ્વિજય સિંહ રાવતને કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું. શૌર્ય ચક્ર મેજર માનેઓ ફ્રાન્સિસ પીએફ 21મી બટાલિયન, પેરાશૂટ રેજિમેન્ટ (સ્પેશિયલ ફોર્સિસ)ને એનાયત કરવામાં આવ્યું હતું. શૌર્ય ચક્રથી લેફ્ટનન્ટ બિમલ રંજન બેહરા, હવાલદાર સંજય કુમાર 9 આસામ રાઈફલ્સ, ફ્લાઇટ લેફ્ટનન્ટ ઋષિકેશ જયન કારુયેદયા ફ્લાઈંગ (પાયલોટ), કેપ્ટન અક્ષત ઉપાધ્યાય 20મી બટાલિયન ધ જાટ રેજિમેન્ટ, નાયબ સુબેદાર બારીયા સંજય કુમાર ભમર સિંહ 21મી બટાલિયન ધ મહાર રેજિમેન્ટ,  મેજર અમનદીપ જાખડ 4થી બટાલિયન ધ શીખ રેજિમેન્ટને સન્માનિત કરાયા.

ADVERTISEMENT

કોન્સ્ટેબલ સફીઉલ્લાહ કાદરી જમ્મુ અને કાશ્મીર પોલીસ, મેજર વિકાસ ભંગભૂ સેના મેડલ, મેજર મુસ્તફા બોહરા, રાઈફલમેન કુલભૂષણ મંટા જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સ, 52મી બટાલિયન રાષ્ટ્રીય રાઈફલ્સ, હવાલદાર વિવેક સિંહ તોમર 5મી બટાલિયન રાજપુતાના રાઈફલ્સ, રાઈફલમેન અલોક રાવ 18મી બટાલિયન રાજપૂતાના રાઈફલ્સ, કેપ્ટન એમવી પ્રાંજલ સિગ્નલ કોર, 63મી બટાલિયન રાષ્ટ્રીય રાઈફલ્સને મરણોત્તર વીરતા પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT