અતીક અહેમદને રોડ માર્ગે પ્રયાગરાજ લઈ જવાની તૈયારી, યુપી પોલીસ પહોંચી સાબરમતી જેલ
અમદાવાદ: યુપી પોલીસ આજે રવિવારે સાબરમતી જેલ પહોંચી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસ ઉમેશ પાલ મર્ડર કેસના આરોપી અતીક અહેમદને રોડ માર્ગે પ્રયાગરાજ…
ADVERTISEMENT
અમદાવાદ: યુપી પોલીસ આજે રવિવારે સાબરમતી જેલ પહોંચી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસ ઉમેશ પાલ મર્ડર કેસના આરોપી અતીક અહેમદને રોડ માર્ગે પ્રયાગરાજ લાઈજવાની તૈયારી કરી રહી છે. પોલીસ હત્યા સંદર્ભે અતીકની પૂછપરછ કરશે.
અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફ બંને ઉમેશપાલ હત્યા કેસમાં આરોપી છે.જ્યારે અતીક અહેમદ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે, જ્યારે અશરફ બરેલી જેલમાં બંધ છે. સાથે જ યુપી પોલીસ સાબરમતી જેલમાં પહોંચી ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસ અતીકને રોડ માર્ગે પ્રયાગરાજ લાવશે.પોલીસ પ્રયાગરાજમાં ઉમેશપાલ હત્યા કેસમાં અતીકની પૂછપરછ કરશે.
અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફ બંને ઉમેશપાલ હત્યા કેસમાં આરોપી છે. આ પહેલા શુક્રવારે રાત્રે 1700 જેટલા પોલીસકર્મીઓ અને અધિકારીઓએ ગુજરાતની જેલોમાં અચાનક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આમાં સૌથી ખાસ સાબરમતી જેલ હતી, જેમાં અતિક અહેમદને રાખવામાં આવ્યો છે.
ADVERTISEMENT
અબ્દુલ કવી પર ઈનામની રકમ વધી
અતીકના શાર્પ શૂટર અબ્દુલ કવી પર ઈનામની રકમ વધી યુપીના પૂર્વ ધારાસભ્ય રાજુપાલ હત્યા કેસમાં 18 વર્ષથી ફરાર આરોપી અને અતીક અહેમદના શાર્પ શૂટર અબ્દુલ કવી પર હવે એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. તેની ધરપકડ માટે 18 ની ધરપકડ કરવામાં આવી છે. 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલ મર્ડર કેસ બાદ પોલીસ ફરી સક્રિય બની છે. અબ્દુલ કવીની ધરપકડ માટે પોલીસ સતત દરોડા પાડી રહી છે. પહેલા તેના પર 50 હજારનું ઈનામ હતું, જે વધારીને એક લાખ રૂપિયા કરી દેવામાં આવ્યું છે, તે પણ જુઓ
3 જૂનથી અતિક અહેમદ અમદાવાદની સેન્ટ્રલ જેલમાં બંધ
3 જૂન 2019થી અતિક અહેમદ અમદાવાદની સેન્ટ્રલ જેલમાં બંધ છે અને અહીંથી પણ તેના દ્વારા કેટલાક ગુના આચરવામાં આવ્યા હોવાનું મનાય છે જે મામલે યુપી પોલીસ મહત્વની પૂછપરછ કરી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ સાંસદની સભ્યતા ગુમાવ્યા બાદ ટ્વિટરનો બાયો બદલ્યો, જાણો શું લખ્યું
ADVERTISEMENT
ઉમેશપાલ હત્યાકાંડ મામલે અતિક અહેમદે પોતાની સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેને અરજી કરીને કહ્યું હતું કે, ‘યુપીમાં દાખલ કેસની સુનાવણી માટે તેને ગુજરાતથી બહાર ન લઈ જવામાં આવે. તેના જીવને જોખમ છે.’ અહેમદના વકીલ હનીફ ખાને સુપ્રીમ કોર્ટમાં આ અંગેની અરજી દાખલ કરી હતી. તેમાં અમદાવાદ જેલથી યુપીની જેલમાં ટ્રાન્સફર કરવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, યુપી સરકારના કેટલાક મંત્રીઓના નિવેદનથી એવું લાગે છે કે તેનું ફેક એન્કાઉન્ટર થઈ શકે છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT