પતિના ત્રાસથી ગર્ભવતી મહિલાએ કર્યું મોત વ્હાલું, સાળાએ બનેવી પર લગાવ્યો હત્યાનો આરોપ
શાર્દૂલ ગજ્જર, પંચમહાલ: રાજ્યમાં ઘરેલુ હિંસા અને આપઘાતના બનાવોમાં થતો સતત વધારો હવે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે.…
ADVERTISEMENT
શાર્દૂલ ગજ્જર, પંચમહાલ: રાજ્યમાં ઘરેલુ હિંસા અને આપઘાતના બનાવોમાં થતો સતત વધારો હવે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલા વ્યાસડા ગામે રહેતી 23 વર્ષીય ગર્ભવતી મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા નાનકડા ગામમાં ચકચાર મચી જવા પામી છે.
ગામના ખેડા ફળિયામાં 23 વર્ષીય ગર્ભવતી મહિલા મીનાક્ષી પરમારે પતિના અસહ્ય ત્રાસથી કંટાળી જઈ ગર્ભમાં રહેલા સાત મહિનાના બાળક સાથે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. વેજલપુર પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હિમાંશુ પરમાર દ્વારા તેની પત્ની મીનાક્ષીને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. ત્યારે પતિના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ પેટમાં રહેલા સાત માસના બાળક સાથે જીવન ટૂંકાવી લેતા આ મામલે ગામમાં ચકચાર મચી છે.
પરણીતાના ભાઈએ લગાવ્યો બનેવી પર હત્યાનો આરોપ
ગામમાં લગ્ન ન વરઘોડામાં જવા બાબતે પતિ-પત્ની વચ્ચે તકરાર થઈ હતી. પત્નીએ પતિને વરઘોડામાં જવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ પરિણીતાએ ઘરમાં જ સાડીનો ગાળિયો કરી ફાંસો ખાઈ લીધો હતો.પરિણીતાના ભાઈએ મીનાક્ષી સાથે તેના પતિ દ્વારા મારઝૂડ કરવામાં આવતી હોવાનું પોલીસને જણાવ્યું છે. અને બનેવીએ જ તેની બહેનની હત્યા કરી નાખી છે તેવા આક્ષેપ પણ કાર્ય છે. વેજલપુર પોલીસે ગુનો નોંધવાની અને મૃતદેહને પીએમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT