મુંદ્રાની ખાનગી સ્કૂલમાં હિન્દુ બાળકોને પઢાવવામાં આવી નમાજ઼, વીડિયો થયો વાયરલ
કૌશિક કાંઠેચા, કચ્છ: રાજ્યભરમાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મહેસાણામાં કિડ્સ કિંગડમ ઇંગ્લીશ મીડીયમ કેજી સ્કૂલમાં અભ્યાસ કરતા હિન્દુ વિદ્યાર્થીઓ સાથે સંસ્થાએ ઇદનો તહેવાર…
ADVERTISEMENT
કૌશિક કાંઠેચા, કચ્છ: રાજ્યભરમાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મહેસાણામાં કિડ્સ કિંગડમ ઇંગ્લીશ મીડીયમ કેજી સ્કૂલમાં અભ્યાસ કરતા હિન્દુ વિદ્યાર્થીઓ સાથે સંસ્થાએ ઇદનો તહેવાર ઉજવતા વિવાદ સર્જાયો હતો. ત્યારે બીજી તરફ કચ્છમાં પણ વિવાદ સર્જાયો હતો. હિન્દુ બાળકોને નમાજ઼ પઢાવતા વિવાદ સર્જાયો છે. આ ઘટનાને લઈ અમુક સંગઠનો દ્વારા શિક્ષણ વિભાગ ને કાર્યવાહી કરવા માંગ કરી કરવામાં આવી છે.
કચ્છના મુન્દ્રાની પીયરલ સ્કૂલનો એક વિડીયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ વિડીયોમાં મુન્દ્રાની ખાનગી શાળામાં હિન્દૂ બાળકોને નમાજ પઢાવતા હોવાનું દેખાઈ રહ્યો છે. આ તરફ હવે હિન્દૂ બાળકોને નમાજ પડાવા અંગે વિવાદ વકર્યો છે. ત્યારે સંગઠનો આ ઘટનાને લઈ મેદાને ઉતર્યા છે. બીજી તરફ સમગ્ર ઘટનાને લઈ શાળા પર સવાલો ઉઠયા છે.
મહેસાણામાં પણ થયો વિવાદ
મહેસાણાના રાધનપુર રોડ ઉપર આવેલ કિડ્સ કિંગડમ ઇંગ્લીશ મીડીયમ કેજી સ્કૂલમાં અભ્યાસ કરતા હિન્દુ વિદ્યાર્થીઓ સાથે સંસ્થાએ ઇદનો તહેવાર ઉજવતા મોટો વિવાદ થયો છે. હિન્દુ સંગઠનો પ્રી-સ્કૂલ પહોંચીને ઉગ્ર વિરોધ કર્યો હતો. સાથે જ સંચાલક માફી ના માગે ત્યાં સુધી નહીં હટવાના નિર્ણય સાથે હિન્દુ સંસ્થાના કાર્યકર્તાઓને આગેવાનોએ રામધૂન અને હનુમાન ચાલીસા બોલીને વિરોધ નોંધાવ્યો હતો.
ADVERTISEMENT
રદ કરાશે શાળાની માન્યતા આ મામલે કેટલાક સંગઠનોએ શિક્ષણ વિભાગને આ મુદ્દે કાર્યવાહી કરવાની માંગ કરી હતી, જે બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા. તપાસ માટે એક ટીમની રચના કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે પરિવારજનો ની પરવાનગી વિના જ નમાજ અદા કરવામાં આવી હતી. શાળા પ્રશાસન અને પ્રિન્સિપાલે સમગ્ર મામલે માફી માંગી, કચ્છના જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) એસ.કે. પ્રજાપતિએ જણાવ્યું કે આ બાબતને ધ્યાનમાં રાખીને ખાનગી શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કચ્છ ડીડીઓએ જણાવ્યું છે કે શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT