‘આજીવન કંઈ નહીં થાય, આવું તો ઠોકાય હવે’, પ્રજ્ઞેશ પટેલની આ ઓડિયો ક્લિપ સાંભળી લોહી ઉકળી જશે
અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર ગત અઠવાડિયે થયેલા અકસ્માતની ઘટનામાં 10 લોકોના મોત થયા અને હજુ પણ કેટલાક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ…
ADVERTISEMENT
અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર ગત અઠવાડિયે થયેલા અકસ્માતની ઘટનામાં 10 લોકોના મોત થયા અને હજુ પણ કેટલાક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ કેસમાં 7 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી. અકસ્માત બાદ તથ્ય પટેલના એક બાદ એક અનેક કારનામા સામે આવી ચૂક્યા છે, ત્યારે હવે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ એક કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ રહી છે, જેમાં અકસ્માત બાદ પણ દીકરાનો લુલો બચાવે કરે છે.
આ ઓડિયો ક્લિપ કથિત રીતે પ્રજ્ઞેશ પટેલની હોવાનું કહેવાય છે, જેમાં તે બોલે છે કે, આજીવન કંઈ નહીં થાય, આવું તો ઠોકાય હવે, ગાડી તો ઠોકાય ને, 19-20ના વર્ષના છોકરા આવી રીતે કોઈ-કોઈ દિવસ થઈ જાય હવે બહુ ટેન્શન નહીં કરવાનું, પણ માપમાં રાખવાના એ મારી રીતે રાખી લઈશ. ટેન્શન ના લઈશ.
હવે આ કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થયા બાદ પ્રજ્ઞેશ પટેલ પર લોકોનો રોષ નીકળી રહ્યો છે કે કેવી રીતે દીકરાએ બેફામ કાર હંકારીને 10 નિર્દોષ લોકોના જીવ લઈ લીધા તેમ છતાં પિતા કંઈ ન થયું હોય તેમ દીકરાનો જ આમાં પણ બચાવ કરી રહ્યા છે અને તેને કંઈ નહીં થાય તેની તેમને ખાતરી પણ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT