રુપાણીના મંત્રીમંડળનું બ્રહ્મજ્ઞાનઃ ‘હું ચૂંટણી નહીં લડું’ કેમ્પેઈનમાં પ્રદિપસિંહ અને સૌરભ પટેલ પણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ પહેલા મંત્રી મંડળમાંથી હટાવાયા તે પછી જુના મંત્રી મંડળના નેતાઓની ટિકિટને લઈને ભારે ચર્ચાઓ હતી. જોકે આ નેતાઓ પૈકીના કેટલાક નેતાઓએ તો જાતે જ સરકી જવાનું મુનાસીબ માન્યું છે. હાલમાં જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા પોતે ચૂંટણી નહીં લડે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. તે પછી એક પછી એક રુપાણી સરકાર વખતના હાંકી બદલી નાખવામાં આવેલા મંત્રીમંડળનો હિસ્સો રહેલા નેતાઓ હું ચૂંટણી નહીં લડું તેવી જાહેરાત કરી છે. જાણે કે છેલ્લી ઘડીએ બ્રહ્મજ્ઞાન લાદ્યુ હોય તેમ હું ચૂંટણી નહીં લડું તેવું એક કેમ્પેઈન ચલાવાયું હોય તેવો આભાસ ઊભો થયો છે. હાલમાં જ વિગતો સામે આવી રહી છે કે, પ્રદિપસિંહ જાડેજા અને સૌરભ પટેલ પણ આગામી વિધાનસભા ચૂંટણી નહીં લડે. જોકે રાજકીય પંડીતોનું માનીએ તો આ નિર્ણયની જાહેરાત નેતાઓ દ્વારા ભલે કરાઈ હોય પરંતુ તેની પાછળ હાઈ કમાન્ડનો દોરી સંચાર હોવો જોઈએ.

પ્રદિપસિંહ અને સૌરભ પટેલ અંગે ટુંકમાં જાણીએ
સૌરભ પટેલ બોટાદ બેઠકના ધારાસભ્ય છે. તેઓ ભાજપના કદાવર નેતાઓમાં ગણાતા હોવા ઉપરાંત તેઓ અગાઉ વિજય રુપાણી સરકારમાં કેબિનેટ કક્ષાના મંત્રી પણ હતા. તેઓ તે સરકાર દરમિયાન ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી તરીકેના મહત્વના ખાતાના મંત્રી તરીકે જવાબદારી સંભાળી ચુક્યા છે. એમબીએ સુધીનો અભ્યાસ કરી ચુકેલા સૌરભ પટેલની વર્ષ 2017ની એફિડેવીટ મુજબ વાર્ષિક આવક, રૂ. 1,06,57,644 છે. ઉપરાંત પ્રદિપસિંહ જાડેજા પણ ભાજપના મોટા ગજાના નેતાઓમાં ગણના પામનારા નેતા છે. તેઓ અમદાવાદની વટવા બેઠકથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. મૂળ અમદાવાદમાં જ જન્મેલા પ્રદિપસિંહ રુપાણી સરકાર દરમિયાન ગૃહ, કાયદા અને સુરક્ષા મંત્રી તરીકે પણ કાર્યભાર સંભાળી ચુક્યા છે. તેઓ વર્ષ 2017માં પોતાની બેઠક પરથી 62380 મતોના માર્જીનથી જીત મેળવી ચુક્યા છે. અગાઉની ચૂંટણીઓ દરમિયાન પણ તેમની જીતની લીડ નાના આંકડાઓ સાથેની હતી જ નહીં તેઓ મોટા ભાગે જંગી લીડથી જ જીતતા આવ્યા છે.

ગુજરાત ભાજપના સૌથી મોટા સમાચાર
બુધવારની મોડી સાંજે ભાજપમાં ભુકંપ આવ્યો છે. વિજય રૂપાણી સરકારનું આખુમંત્રી મંડળ ચૂંટણી નહીં લડે તેવી વિગતો મળી રહી છે. ઉપરાંત 25 ટકા ધારાસભ્યોના પત્તા કપાશે તેવી પણ માહિતી મળી રહી છે. બોટાદથી સૌરભ પટેલ, ધોળકા ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા વટવા, મહેસાણાથી નીતિન પટેલ, સહિત કુલ 8 મંત્રીઓ ચૂંટણી નહીં લડે તેવું સુત્રો જણાવી રહ્યા છે.

ADVERTISEMENT

ટિકિટ કપાય તે લગભગ નક્કી હતું
અત્રે ઉલ્લેખનીય છે કે, વિજય રૂપાણી અને નીતિન પટેલ ચૂંટણીમાં ટિકિટ ન અપાય તે લગભગ નક્કી માનવામાં આવી રહ્યું હતું. તેવામાં નીતિન પટેલ અને વિજય રૂપાણી એટલે કે ગુજરાતની પૂર્વ સરકારના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પોતે જ પોતાના નામ પરત ખેંચીને પોતાની આબરૂ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા ત્યારે આરોગ્ય પ્રધાન નીતિન પટેલ હતા. તેમની બંન્ને સામે લોકોમાં ભારે આક્રોશ હતો. આ આક્રોશના ભાગરૂપે જ તેમની સરકારના રાજીનામા લઇ લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ બંન્ને નેતાઓ સાઇડ લાઇન થઇ ચુક્યા હતા. જેથી આખરે તેઓ ધારાસભ્ય રહે તેવી શક્યતા હતી.

    follow whatsapp

    ADVERTISEMENT