પ્રદેશ પ્રમુખ ખરા પણ ટિકિટ નહી આપી શકે! પાટીલે છેલ્લી ઘડીએ હાથ કેમ ઉંચા કરી નાખ્યા વાંચો…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ભાજપમાં હાલ બધુ જ બરોબર નથી ચાલી રહ્યું તેનું વધારે એકવાર પુરવાર થઇ રહ્યું છે. થોડા સમય પહેલા વૃદ્ધોને ટિકિટ નહી મળે, ત્રણ ટર્મથી વધારે હોય તેવા લોકોને ટિકિટ નહી હોય વગેરે જેવી બાબતે અડધી પીચે આવીને છગ્ગા ફટકારી રહેલા સી.આર પાટીલની હવે હીટવિકેટ થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. આજે સી.આર પાટીલે પક્ષના મુખ્ય કાર્યાલય કમલમ અંગે એક ખાસ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પાટીલે કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ અંગેનો નિર્ણય મારા હાથમાં નહી પરંતુ પીએ મોદી અને અમિત શાહના હાથમાં હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત કોને ટિકિટ આપવી અને કોની ટિકિટ કાપવી જેવી બાબતો દિલ્હીથી જ નક્કી થવાની હોવાનું જણાવ્યું હતું. જેથી પરોક્ષ રીતે તેમણે ચૂંટણીમાં ટિકિટ બાબતે હાથ ઉંચા કરી લીધા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

પાટીલે કહ્યું, ટિકિટ મારા હાથની વાત નહી PM-શાહ જ નક્કી કરશે
સુત્રો અનુસાર પાટીલે જણાવ્યું કે, આ હાઇકમાન્ડનો વિષય છે અને તેમની સત્તા જ આખરી રહેશે. વડાપ્રધાન મોદીની અંતિમ બેઠકમાં પીએમ મોદીએ પાટિલની આકરી ઝાટકણી કાઢી હોવાનું સુત્રો જણાવી રહ્યા હતા. ત્યાર બાદની જાહેરસભામાં પણ સી.આર પાટીલ અને હર્ષ સંઘવીનાં ઉતરેલા ચહેરા પરથી સ્પષ્ટ રીતે લાગી રહ્યું હતું કે, એરપોર્ટ ખાતે થયેલી બેઠકમાં બંન્નેની આકરી ઝાટકણી કાઢવામાં આવી છે. જો કે આજે જે પ્રકારે પાટીલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી તે જોતા લાગે છે કે, દિલ્હી ખાતેથી પાટીલ પાસેથી તમામ પાવર ખેંચી લેવામાં આવ્યા છે. જે સ્પષ્ટ થાય છે.

ભાજપનો આંતરિક અસંતોષ ખાળવાને બદલે વધ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપમાં ગુજરાત સ્તરે ખુબ જ આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત પાટીલના કેટલાક નિર્ણયો બુમરેંગ સાબિત થઇ રહ્યા હતા. બીજી તરફ મુખ્યમંત્રીથી માંડીને આખુમંત્રીમંડળ બદલી જતા જુના મંત્રીઓનો અસંતોષ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના કારણે પણ ભાજપ અસહજ થઇ ચુકી છે. આ ઉપરાંત લોકોમાં પણ ભારે અસંતોષ છે તેવામાં સી.આર પાટીલ પાસેથી પાવર ખેંચી લેવાયો હોય તેવું લાગી રહ્યું છે.

ADVERTISEMENT

ટિકિટ એ હાઇકમાન્ડનો વિષય છે તેવું સ્પષ્ટ રીતે કહ્યું
પાટીલની બેઠક અંગે સુત્રોએ જણાવ્યું કે, સી.આર પાટીલે મિટિંગમાં જણાવ્યું કે, ટિકિટ બાબતની હાઇકમાન્ડનો વિષય છે. તેઓની આખરી સત્તા રહેશે. આ બાબતનો ઉલ્લેખ પક્ષમાં થતી મારી અન્ય બેઠકોમાં પણ કરતો રહુ છું. મારુ લક્ષ્યાંક પેજ સમિતીને લગતી કામગીરી પુર્ણ થાય તે જોવાનું છે. ટિકિટ કોને મળશે અને કોને નહી તે નિર્ણય પ્રણાલીને અનુસરીને જ નક્કી કરવામાં આવશે.

    follow whatsapp

    ADVERTISEMENT