દિલ્હી બાદ હવે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ‘મોદી હટાવો, દેશ બચાવો’ના પોસ્ટરો લાગ્યો
અમદાવાદ: દિલ્હી બાદ હવે અમદાવાદ શહેરમાં PM નરેન્દ્ર મોદી વિરુદ્ધના પોસ્ટરો જોવા મળી રહ્યા છે. શહેરમાં ઠેર-ઠેર ‘મોદી હટાવો, દેશ બચાવો’ના બેનરો લગાવવામાં આવ્યા છે.…
ADVERTISEMENT
અમદાવાદ: દિલ્હી બાદ હવે અમદાવાદ શહેરમાં PM નરેન્દ્ર મોદી વિરુદ્ધના પોસ્ટરો જોવા મળી રહ્યા છે. શહેરમાં ઠેર-ઠેર ‘મોદી હટાવો, દેશ બચાવો’ના બેનરો લગાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના ગુજરાત સોશિયલ મીડિયા હેન્ડલ પર આ પોસ્ટરોની તસવીર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં ‘મોદી હટાવો, દેશ બચાવો’ લખેલું દેખાઈ રહ્યું છે. શહેરમાં મોડી રાત્રે નોબલનગર, સરદારનગર, વટવા, મણીનગર સહિતના વિસ્તારોમાં આ પ્રકારના બેનરો લાગ્યા હતા. ત્યારે આ મામલે ભાજપના પ્રવક્તાએ કંઈ કહેવાથી મોઢું સેવી લીધું છે.
અમદાવાદમાં પોસ્ટરોની તસવીર AAPએ પોસ્ટ કરી
AAP દ્વારા આ પોસ્ટરોની તસવીરો પોસ્ટ કરીને લખવામાં આવ્યું છે કે, અમદાવાદમાં ઠેર-ઠેર લાગ્યા “મોદી હટાવો, “દેશ બચાવો” ના બેનરો. આ જ લખાણ સામે ભાજપના ઇશારે દિલ્હીમાં 100થી વધુ FIR નોંધવામાં આવેલી, અમદાવાદમાં લાગેલા બેનર્સએ સાબિત કર્યું કે જનતા તાનાશાહી સામે ઝૂકશે નહીં. સાથે જ AAPના પ્રદેશ પ્રવક્તા ઈસુદાન ગઢવીએ પણ આ તસવીરો પોસ્ટ કરી હતી.
ભાજપનો પ્રતિક્રિયા આપવાથી ઈનકાર
આ મામલે ગુજરાત તક દ્વારા ભાજપના પ્રવક્તાનો સંપર્ક કરીને પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ભાજપના પ્રવક્તા તરફથી આ મામલે કંઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
અગાઉ દિલ્હીમાં આ પ્રકારના પોસ્ટર્સ લાગ્યા હતા
ખાસ વાત છે કે, તાજેતરમાં જ દિલ્હીમાં આ પ્રકારના PM મોદી વિરોધી પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. જે બાદ દિલ્હી પોલીસ એક્શનમાં આવી હતી અને આ મામલે 6 લોકોની અટકાયત કરી હતી. જ્યારે 100 જેટલી FIR નોંધવામાં આવી હતી. બાદમાં AAPની ઓફિસમાંથી નીકળેલી એક વાનને પણ પોલીસે અટકાવીને તપાસ લેતા અંદરતી આ પ્રકારના વધુ પોસ્ટરો મળી આવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT