મત આપતી જનતા વધુ એક વાર છેતરાઈ પોરબંદરમાં રોડની હાલત તો જુઓ- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

જીતેશ ચૌહાણ.પોરબંદરઃ પોરબંદર શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ધોવાયા છે અને મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવો રસ્તો રીણાવાડાથી શ્રીનગર સુધીનો જોવા મળી રહ્યો છે. મત લેતી વખતે જ્યારે નેતાઓની અવરજવર હોય ત્યારે આપણે ત્યાં રોડ મલાઈ જેવા બનાવી દેવાતા પણ આપણે જોયા છે અને આ કામ પુરું થઈ જાય પછી થોડા જ સમયમાં રોડ રસ્તાની ખંડેર હાલત પણ આપણે જોઈ છે. આપણે જોયું છે કે જેમ લગ્ને લગ્ને કુંવારાની જેમ દર ચોમાસે રોડ રસ્તાઓની ગુજરાતમાં કેવી હાલત થઈ જાય છે અને તે પણ છેલ્લા કેટલાક સમયથી ખાસ, થીગડા મારી મારીને આપણને આખું વર્ષ આ જ રોડ વાપરવા પડે છે અને તેમાં પણ ઘણા રોડ પર તો ટોલ પણ ચુકવવો પડે છે. છતાં સતત આ જ નેતાઓ આપણા મતથી ચૂંટાય છે, આ જ તંત્ર ફરી તે નેતાઓના દોરી સંચારથી ચાલે છે. આપણે પણ આવું ક્યાં સુધી ચલાવી લઈશું તેને લઈને પણ વિચાર આવે તો ત્યાં ધર્મનું કાર્ડ, ઈતિહાસનું કાર્ડ આપણી સામે ખેલાઈ જાય.

2થી 15 ફૂટના પણ ખાડા
પોરબંદર નજીકનાં રીણાવાડાથી કાંટેલા-શ્રીનગર તરફ જતાં રસ્તાની હાલત જોઇને વાહનચાલકોને સામે મોત દેખાઇ તેવી હાલત જોવા મળી રહી છે. 6 થી 7 કિ.મી.ના આ રસ્તા ઉપર કેટલા ખાડા છે તે ગણવા પણ મુશ્કેલ બની જાય, 15 ફુટ મોટા અને 2 ફુટ ઉંડા ખાડાઓની હારમાળા જોવા મળી રહી છે. કુછડી ટોલનાકુ બચવવા માટે 40 થી 50 ટન માલ ભરીને જતાં વાહનો આ રસ્તા ઉપરથી દોડતા હોવાનાં કારણે આ રસ્તો બેસી ગયો છે અને તેમાં ખાડા પડી ગયા છે. હાલ ચોમાસાનાં સમયમાં આ ખાડામાં પાણી ભરાઇ જતાં અવાર-નવાર અકસ્માતો પણ સર્જાય છે. બિસ્માર રસ્તાને કારણે ખાલી ગ્રામજનો, ખેડૂતો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.

સુરતમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર બનેલી ઘટનાને લઈ કોંગ્રેસે ભાજપને લીધી આડે હાથ

બિસ્માર રસ્તો બન્યો માથાનો દુખાવો
રાકેશભાઇ જોષી (સ્થાનીક) કહે છે કે, નેશનલ હાઇવેથી રીણાવાડાથી શ્રીનગર તરફ જતા રસ્તા પર ભારે વાહનોને રસ્તા ઉપરથી પસાર થવા પર કોઇ પ્રતિબંધ મુકવામાં આવતો નથી તો બીજી તરફ રસ્તાનું સમારકામ પણ કરવામાં આવતું નથી. આ રસ્તા ઉપર 3 જેટલી શાળાઓ આવેલી છે વિદ્યાર્થી અને શિક્ષકોની પણ અવર-જવર રહે છે. બિસ્માર રસ્તો 3 ગામો માટે માથાનાં દુખાવા સમાન બની ગયો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT