પોરબંદરઃ માનવીય જીવ ગયા પછી તંત્ર જાગ્યું- જર્જરિત ઈમારતો પર ચાલ્યું બુલ્ડોઝર

ADVERTISEMENT

gujarattak
social share
google news

જીતેશ ચૌહાણ.પોરબંદરઃ પોરબંદર શહેરમાં જર્જરિત મકાનો દૂર કરવાની કામગીરી પોરબંદર-છાયા નગપરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. ભાટીયા બજાર વિસ્તારમાં એક મકાન તોડી પડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં 1 વ્યક્તિનો જીવ ગયો હતો જે પછી તંત્ર દોડતું થયું છે. હવે જર્જરિત ઈમારતો પર બુલ્ડોઝર ચલાવાઈ રહ્યા છે.

બોલો… છે ને હાઈટેક ચોરોઃ સુરતમાં ગુગલ મેપનો ઉપયોગ કરી કરતા હતા ચોરી, શાળા-કોલેજોને જ બનાવતા નિશાન

પોરબંદર શહેરમા જર્જરિત મકાન ધરાશાઇ થવાની ઘટના વારંવાર બને છે. એક સપ્તાહ પૂર્વે એક જ દિવસમાં ત્રણ મકાનનો ધરાશાયી થઇ હતા. એક વ્યકિતનું મોત થયું હતું અને જૂનાગઢમાં મકાન ધરાશાય થવાની ઘટનામાં 4 વ્યક્તિના જીવ ગયા હતા. જે બાદ પોરબંદર-છાયા નગરપાલિકા દ્વારા શહેરમા જર્જરિત મકાન ધરવાતા આસામીઓને નોટિસ પાઠવી દેવામાં આવી હતી. આ મકાનોના આસામીઓને તંત્રએ જાતે મકાન ડિમોલીશ કરવા જણાવ્યું હતું અન્યથા પાલિકા દ્વારા દૂર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જેના ભાગરૂપે ભાટીયા બજારમાં જર્જરિત મકાન દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT