પોરબંદરની હત્યાનું રહસ્યઃ મહિલાની હત્યા પછી પડોશીએ ચોટીલા જઈ કેમ કરી આત્મહત્યા?

ADVERTISEMENT

gujarattak
social share
google news

પોરબંદરઃ એક તરફ મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી અને પોલીસ હજુ વિવિધ કાર્યવાહીઓ કરી રહી હતી ત્યાં પડોશીએ ચોટીલામાં આપઘાત કરી લીધો. પોરબંદરમાં ગત 6 એપ્રિલે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે ઉપરાંત એ જ દિવસે ચોટીલામાં પડોશી બુટલેગરની લાશ પણ તેની કારમાંથી મળી આવ હતી. મહિલાની હત્યા તેણે બે દિવસ પહેલા કરી હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે મહિલાને પતાવી દીધા પછી આ શખ્સે પોતે આપઘાત કેમ કરી લીધો તેનો જવાબ મેળવવામાં પોલીસ લાગી ગઈ છે.

આંગણવાડી જાઉં છું કહીને નીકળી હતી મહિલા
પોરબંદર ખાતેના નવી ખડપીઠ વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ધારદાર હથિયારના ઘા કરીને આરોપીએ તે મહિલાની હત્યા કરી હતી. બન્યું એવું હતું કે અહીં રહેતા અશ્વિ બળેજા એ ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, તેમની પત્ની કંચન બળેજા આંગણવાડીએ જાઉં છું તેવું કહી ગઈ હતી. બે દિવસ થયા પણ પાછી નથી આવી અને ફોન પણ બંધ છે.

ત્રિકમના ઘરનું તાળુ તોડ્યું તો અંદર…
અશ્વિને પોલીસ સામે શંકા વ્યક્ત કરી કે પોતાની પત્ની ગુમ છે ત્યારથી પડોશમાં રહેતો ત્રિકમ ઉકા ચાવડા ઉર્ફે મુન્નાનું ઘર પણ બંધ છે. તે પણ નથી દેખાતો કે તેના પરિવારના ફોન પણ લાગતા નથી. ત્રિકમ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં લિસ્ટેડ બુટલેગર હતો. પોલીસ મહિલાને શોધતી હતી ત્યાં ચોટીલાથી જાણકારી મળી કે આ શખ્સની લાશ કારમાં લોહીથી લથબથ હાલતમાં મળી છે. ત્યાં જ સાંજે મામલતદાર સહિતના પંચોની હાજરીમાં મુન્નાના ઘરનું તાળુ તોડવામાં આવ્યું તો ત્યાંનો નજારો ડરામણો હતો. આ કંચન બળેજાની લાશ ત્યાં લોહીલુહાણ હાલતમાં પડી હતી.

ADVERTISEMENT

પોસ્ટ મોર્ટમમાં જાણકારી મળી કે કંચનની હત્યા કરવામાં આવી છે. આ તરફ મુન્નાના પોસ્ટ મોર્ટમમાં પ્રારંભીક ધોરણે આત્મહત્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં આરોપી અને પીડિતા બંને મૃત્યુ પામ્યા હોવાથી આ હત્યા કેમ થઈ અને પછી શખ્સે કેમ આપઘાત કરી લીધો તેનું રહસ્ય ઘુંટાયું છે. પોલીસને જાણકારી મળી છે કે મુન્ના સાથે ઘણી વખત કંચનના ઝઘડા થતા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT