Porbandar News: એક શૌચાલયનો મુદ્દો પહોંચ્યો હાઈકોર્ટ સુધી, નેતાઓમાં એવો શરૂ થયો બખેડો કે…

ADVERTISEMENT

gujarattak
social share
google news

Porbandar News: પોરબંદર ના ખીજડી પ્લોટ ગાર્ડન-શૌચાલય મામલો ખુબ જ લંબાયો છે અને આ મામલો હવે હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. સ્થાનિક રહેવાસીઓ વતી સ્થાનિક નેતા સાગર મોદીએ અરજી દાખલ કરી છે. જે અનુસંધાને સુનાવણીની આગામી તારીખ સુધી શૌચાલયના બાંધકામ બાબતે કોઈ પગલા ન લેવા હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. તેમજ વધુ સુનાવણી તા. 21/9/2023 ના રાખવામાં આવી છે.

Valsad News: ડી.પી. પટેલ સ્કૂલમાં મટકી ફોડ કાર્યક્રમમાં પોલ ધરાશાયી, 4 વિદ્યાર્થીઓ ઘાયલ

રહેણાંક વિસ્તારની નજીક બનાવાઈ રહ્યું છે શૌચાલય અને…

પોરબંદરના ખીજડી પ્લોટના બગીચાના મુદે હાઇકોર્ટના સિનિયર એડવોકેટ મિતુલ શેલત અને એડવોકેટ જય ઠક્કર મારફતે ગુજરાત હાઇકોર્ટમાં તા 6/9/2023 ના રોજ પોરબંદરના ખીજડિપ્લોટ ગ્રાઉન્ડમાં બની રહેલા ગાર્ડન શૌચાલય બાબતે વિગતવાર અરજી દાખલ કરવામાં આવી હતી. રહેણાંક મકાનની નજીક શૌચાલય બનાવવામાં આવી રહ્યું છે તે બાબતે ન્યુસન્સ સહીતની બાબતો ધ્યાને લેવા અરજ કરવામાં આવી હતી. તેમજ શહેરી વિકાસ વિભાગ દ્વારા આપવાવમાં આવેલા સ્ટે અને તેને અચાનક અરજદારોને સાંભળ્યા વગર ઉઠાવી લેવામાં આવેલો હોવાથી તે બાબતે પણ વિગતવાર દલીલો અને રજૂઆતો કરવામાં આવી હતી. તે ઉપરાંત પ્રાદેશિક કમિશનરના હુકમ અનુસંધાને પણ વિગતવાર દલીલો રજુ કરવામાં આવી હતી. બંને પક્ષે તમામ દલીલો અને રજૂઆતને ધ્યાને લય હાઈકોર્ટના જજ દ્વારા સુનાવણીની આગામી તારીખ સુધી શૌચાલયની વિવાદિત જગ્યાએ બાંધકામ ન કરવા આદેશ આપ્યો છે અને વધુ સુનાવણી તા. 21/9/2023 ના હાથ ધરાશે.

સાગર મોદી (સ્થાનીક અને પોરબંદર શહેર યુવા ભાજપ પ્રમુખ)

પોરબંદરના ખીજડી પ્લોટના બગીચાનો વિવાદ પ્રાદેશિક કચેરી સુધી પહોંચ્યો હતો. તેમ છતા તેનું નિરકારણ નહીં થતા અંતે સ્થાનીકોએ હાઇકોર્ટના દ્વારા ખખડાવ્યા છે.

ADVERTISEMENT

(જીતેશ ચૌહાણ, પોરબંદર)

    follow whatsapp

    ADVERTISEMENT