Porbandar News: પોરબંદર પોલીસની મહેનત ફળી, 7 વર્ષ પછી બહેન SP ઓફિસમાં ભાઈને રાખડી બાંધી રડી પડી
Porbandar News: ગુજરાત પોલીસા દ્વારા ઘણી વખત માનવતાને ધ્યાને લઈને તથા પોતાની ફરજના ભાગરૂપે પણ કેટલીક એવી કામગીરીઓ પણ કરવામાં આવતી હોય છે કે જેના…
ADVERTISEMENT
Porbandar News: ગુજરાત પોલીસા દ્વારા ઘણી વખત માનવતાને ધ્યાને લઈને તથા પોતાની ફરજના ભાગરૂપે પણ કેટલીક એવી કામગીરીઓ પણ કરવામાં આવતી હોય છે કે જેના કારણે તેમના પર આશીર્વાદનો વરસાદ થઈ જતો હોય છે. પુરના પાણીમાંથી લોકોને બચાવવાથી લઈ જીવ જોખમમાં મુકી આરોપીને પકડવા સુધી, છાતીએ ગોળી જીલીને પણ ફરજ પર ટકી રહેવાની પણ ઘણી ઘટનાઓ ઉદાહરણરૂપ છે. આવી જ એક ઘટના પોરબંદરમાં બની છે જેને જાણ્યા પછી વડીલો દ્વારા પોતાના હાથને પોલીસ માટે આશીર્વાદ આપતો, યુવાનો દ્વારા સલામી આપતો નહીં રોકી શકાય.
કેવી રીતે પોલીસ પહોંચી બહેનોના ભાઈ સુધી? ભાજપના આ નેતાએ પણ કરી મદદ
પોરબંદરના બોખીરા વિસ્તારમા રહેતા સામતભાઇ નાથાભાઇ અમરનો સગીરવયનો પુત્ર શુરેશ ગતતા.27-04-2017ના રોજ ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયો હતો. જેતે સમયે ઉદ્યોગનગરમાં સગીરના અપહરણની ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ અને પરિવારજનોએ શોધખોળ કરી હતી. તેમ છતા તેમની કોઇ ભાળ મળી ન હતી પરંતુ આ તેણે થોડા દિવસો પૂર્વે પોતાનું આધારકાર્ડ અપડેટ કરાવ્યું હતું. આથી પરિવારજનોએ તુરત બોખીરા વિસ્તારના આગેવાન અને પોરબંદર યુવા ભાજપના પૂવ પ્રમુખ અજયભાઇ બાપોદરાનો સંપર્ક કરી અને સમગ્ર હકિકત વર્ણવતા અજયભાઇ બાપોદરાએ તુરત ડીવાયએસપી ઋતુ રાબાને જાણ કરી હતી. ત્યાર બાદ જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. પોરબંદર પોલીસે આધારકાર્ડના મોબાઇલ નંબરના આધાર અમદાવાદ એસઓજીની મદદ માંગી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ સોલંકી સહિતના સ્ટાફે તેને શોધી કાઢયો હતો અને આજે પોલીસ જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી અને સમગ્ર વિગત આપી હતી. પોતાના વ્હાલાને જોઇ તેના માતા-પિતા અને પરિવારજનોની આંખોમાંથી આશ્રુનો દરિયો વહ્યો હતો. બહેને તો સાત વર્ષ પછી ભાઇને જોઇને એસપી કચેરીમાં જ હાથમા રાખડી બાંધી અને રળી પડી હતી. તેના પરિવારજનોએ પોલીસ અધીકારીને હારતોરા કરી અને મીઠુ મોંઢુ કરાવી અને આભારની લાગણી વ્યકત કરી હતી.
(જીતેશ ચૌહાણ, પોરબંદર)
ADVERTISEMENT
ADVERTISEMENT