પોરબંદરઃ રાષ્ટ્રગાનને લઈને થયેલા વિવાદમાં મોલવીની ધરપકડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

જિતેશ ચૌહાણ.પોરબંદરઃ મુસ્લિમ યુવકોને ઇસ્લામ ધર્મ અનુસાર ભારતનું રાષ્ટ્રગાન ગાવાની અને રાષ્ટ્રધ્વજને સલામી કરવાની ના પાડવાના ગુનામાં પોરબંદર પોલીસે આરોપી વાસીફ રઝાની ધરપકડ કરી લીધી છે. એસપી ભગીરથ સિંહ જાડેજાની સૂચનાને પગલે પોરબંદર પોલીસ તાબડતોબ આ રાષ્ટ્ર વિરોધી શખ્સને પકડવાના કામે લાગી ગઈ હતી અને આરોપીને કલાકોની ગણતરીમાં પકડી પડાયો હતો.

જુનો ઓડિયો વાયરલ કરાયો?

ભારતમાં 15 ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર દિવસની ઉજવણીની ઉમંગભેર તૈયારી ચાલી રહી છે ત્યારે જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ એવા પોરબંદરમાં એક મૌલાનાએ મુસ્લિમ યુવકોને રાષ્ટ્રગાન નહીં ગાવાની અને ભારતના ઝંડાને સલામી નહીં આપવાની ફરજ પાડ્યાનો એક કથિત ઓડિયો વાયરલ થતા ભારે ચર્ચા જોવા મળી રહી છે. પ્રારંભીક તબક્કે સામે આવ્યું છે કે આ ઓડિયો ઘણો જુનો છે જોકે તે હાલ વાયરલ કરાયો છે. પોરબંદરની નગીના મસ્જિદમાં મૌલાના વાસિફ રઝએ આપેલા એક તેજાબી વક્તવ્યના વિરોધમાં જઈને 12થી વધુ શખ્શોએ મૌલાના અને તેના અનુયાયીઓનો વિરોધ કરીને મસ્જિદ પાસે બેફામ ગાળો બોલી અને વારંવાર ધમકીઓ આપી એક વ્યક્તિને માર પણ મારવા સહિતના મામલે કીર્તિમંદિર પોલીસમાં ગુનો દાખલ થતાં આરોપીમાંથી ત્રણ વ્યક્તિઓએ ઝેરી દવા પી લીધી હતી.

બગોદરા અકસ્માતના 10 મૃકો પૈકી 4 ની મહિસાગરમાં સાથે ઉઠી અર્થીઃ ગામ હિબકે ચઢ્યું

પોતે મુસ્લિમ હોવા છતા મૌલવી પ્રેમ કરતા દેશ પ્રેમ વ્હાલો

આ ઘટના ક્રમના પગલે પોરબંદર શહેર અને જિલ્લામાં એવી ચર્ચા વ્યાપ્ત બની હતી કે મૌલાનાએ એવું તે શું બોલી નાખ્યું કે આરોપી જૂથમાંથી લોકોને ઉશ્કેરાઈ જવાની ફરજ પડી??? અને ત્યાં સુધી કે તેમાના ત્રણ વ્યક્તિઓએ ઝેરી દવા એટલે કે ફિનાઈલ પી જવાની ફરજ પડી? પોરબંદરવાસીઓના મનમાં આ પ્રશ્ન ઘૂંટાય અને વધુ વલોવાય એ પહેલા જ મૌલાના સામે નોંધાયેલી એક ફરિયાદમાં એ વાત બહાર આવી હતી કે આ મૌલાના મુસ્લિમ યુવકોને ભારત દેશનું રાષ્ટ્રગાન નહીં ગાવાની ભારતના ઝંડાને સલામી નહીં આપવાની શિખામણ આપીને દેશના મુસ્લિમ યુવકોને ગેરમાર્ગે દોરી રહ્યો હતો. પરંતુ દેશભક્ત મુસ્લિમ યુવકોને ધર્મગુરુની આ વાત મંજૂર નહોતી અને મુસ્લિમ હોવા છતાં મૌલવીપ્રેમ કરતા વધારે તેમના હ્રદયમાં દેશભક્તિ છલકાઈ રહી હતી તેથી તેમનો વિરોધ કર્યો હતો. પરિણામે તેમની સામે કાવતરાંખોરીના ભાગરુપે ખોટી ફરિયાદ નોંધાઇ હોવાનો સ્પષ્ટ મત રજૂ કરી દીધો હતો. તેના પગલે મૌલવી સામે પણ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી દીધી હતી. પોલીસે કહ્યું કે મૌલવી સાથેના મળતીયા અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. જોકે પોલીસે રાષ્ટ્રવિરોધી નિવેદન કરવાના ગુનામાં આરોપી મૌલવી વાસીફ રઝાની ધરપકડ કરી લીધી છે. અને આકરી પૂછપરછ તથા તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

એસપીને શું કહ્યું?

તેજાબી પ્રવચન, તેજાબી ધમકી, તેજાબી એક્શન પ્રકરણમાં આખરે પોરબંદરની નગીના મસ્જીદના ધર્મગુરૂ હાફીઝ વાસીફરઝા અને તેના મુસ્લીમ અનુયાયીઓ ફરતે પોલીસનાં તપાસચક્રો ઘુમરી લઇ રહ્યાં છે. પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાએ કહ્યું કે આ મામલે ઓફિશિયલ તૌર પર પોરબંદરના ચુના ભઠ્ઠા ત્રણ રસ્તા નજીક જનતા વે બ્રિજ પાસે રહેતા અજીમભાઈ યુનુસભાઇ કાદરી (ઉ.વ. 29, ધંધો વેપાર)ની ફરિયાદને લઈને નગીના મસ્જિદના મૌલવી વાસીફ રઝા સામે ધ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ધ નેશનલ ઓનર એક્ટ 1971ની કલમ 2એ, 3 તથા આઇપીસી કલમ 153, 153 એ, 153 બી, 505, 505 (1) ખ, ગ – મુજબ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદની વિગત એવી છે કે આરોપી નગીના મસ્જીદના મૌલ્વી વાસીફ રજાએ ” બહાર – એ – શરીયત ” નામના વોટ્સએપ ગ્રુપમાં પુછેલા પ્રશ્નના જવાબ આપી જુદા – જુદા સમુહના લોકો વચ્ચે ઉશ્કેરાટ પેદા કરવા માટે તથા દુશ્મનાવટ ઊભુ થાય તેમજ દ્રેષની લાગણી ઊભી થાય તે રીતે દેશના રાષ્ટ્રીય ધ્વજ તથા રાષ્ટ્રગાનનું અપમાન કર્યું હોવાનો આરોપ છે. ફરિયાદને પગલે પોલીસે તપાસ ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે કીર્તિમંદિર પી.આઈ. ચંદ્રેશ નાયક તપાસ ચલાવી રહ્યા છે. આ મામલે કીર્તિ મંદિર નાયક અને મૌલવી સામેના ગુનાના ફરિયાદી અજીમ કાદરી સાથે વાત કરવામાં આવી હતી અને તેમની કેફિયત જાણવામાં આવી હતી. પરંતુ દેશના રાષ્ટ્રગાન અને દેશના રાષ્ટ્રધ્વજના અપમાનને પોલીસ ભારે ગંભીરતાથી લઈ રહી છે અને આ દેશ વાપી કાવતરાની પોલીસ ગહનતાથી તપાસ કરી રહી છે ત્યારે પોલીસે આરોપી મૌલવી વાસીદફ રઝાને પકડી લીધો છે અને તેની પૂછપરછ ચાલુ કરી દીધી છે.

    follow whatsapp

    ADVERTISEMENT