પોરબંદરમાં Congress બાદ AAP ને મોટો ઝટકો, ઉપપ્રમુખ Nathabhai Odedra એ આપ્યું પાર્ટીમાંથી રાજીનામુ

ADVERTISEMENT

નાથા ઓડેદરા ટૂંક સમયમાં કોંગ્રેસનો હાથ પકડશે
AAP Nathabhai Odedra
social share
google news

Loksabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને બે દિવસમાં પાંચ ઝટકા લાગ્યા બાદ હવે AAP ને પણ એક મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ(Nathabhai odedra resign AAP) પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. પાર્ટી ખોટી રીતે દબાણ કરતી હોવાનું કારણ રજૂ કર્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પોરબંદર બેઠક ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસને ફાળે જતા તેમણે રાજીનામું આપ્યું છે. તેમણે અર્જુન મોઢવાડિયા સામે પેટા ચૂંટણી લડવાની પણ તૈયારી દર્શાવી છે.

નાથા ઓડેદરા ટૂંક સમયમાં કોંગ્રેસનો હાથ પકડશે

નાથા ઓડેદરા ટૂંક સમયમાં કોંગ્રેસ પાર્ટી સાથે જોડાય તેવી પણ શક્યતાઓ જાણવા મળી રહી છે. નાથા ઓડેદરાએ પોતાના 15 જેટલા સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. રાજીનામું આપવા અંગે તેમણે જણાવ્યું છેકે, અમારી ગુંડા વિરોધી ઝુંબેશ ચાલી રહી છે. આવા તત્વો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરીને જેલમાં નાખ્યા છે. ત્યારે એક વ્યક્તિને પાર્ટીમાંથી મે સસ્પેન્ડ કર્યો હતો. ત્યારે પાર્ટી તરફથી તેની સાથે સમાધાન કરાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. 

લોકસભા ઉમેદવાર તરીકે  જાહેર ન થતા નેતાજી નારાજ 

આ સિવાય તેમણે ગુજરાતમાં થયેલા AAP અને કોંગ્રેસના INDIA ગઠબંધન પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે  આમ આદમી પાર્ટીએ બે સીટના ઉમેદવાર જાહેર કર્યા છે. તો ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ તરીકે મને પણ પૂછવું જોઇએ. કારણ કે પોરબંદરની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાની મારી તૈયારી હતી. તેથી મારી સાથે 15 હોદ્દેદારોએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. હું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સાથે ચર્ચા કરીશ અને આગળની રણનીતિ નક્કી કરીશ. જો કોંગ્રેસ તરફથી પોરબંદર બેઠક પરથી મને પેટા ચૂંટણી લડાવશે તો ચૂંટણી લડીશ.
 

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT