Porbandar News: વીજ પોલ ઉપર પડતા 8 વર્ષના બાળકનું મોત, PGVCLની ઘોર બેદરકારીએ માસુમનો જીવ લીધાનો આક્ષેપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Porbandar News: પોરબંદરના પીજીવીસીએલની બેરકારીના કારણે આઠ વર્ષના બાળકને જીવ ગુમાવો પડયાની ઘટના સામે આવી છે. પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં વીજપોલ પડતા આઠ વર્ષના બાળકનું મોત થયું છે. નાનકડા બાળકના મોતને પગલે ભારે ગમગીની છવાઇ ગઇ હતી. તો બીજી તરફ પીજીવીસીએલની બેદરકારી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

વાવાઝોડાના સમયથી જ નમી પડ્યો હતો વીજપોલ

પોરબંદર શહેરના કુંભારવાડા વિસ્તારમા બુધવારે સાંજના સમયે વીજપોલ ધરાશાઇ થતાં પ્રતાપ વિજય ચુડાસમા નામના બાળક પર પડતા તેમનુ મોત થયું હતું. આ બનાવની જાણ થતાં તેમના પરિવારજનો દોડી ગયા હતા અને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. જયાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તુટી પડયું હતું. પરિવારના હૈયાફાટ રૂદનથી વાતાવરણમા ગમગીની છાવઇ ગઇ હતી. પરિવાર જનો અને સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, વાવાઝોડાના સમયથી વીજપોલ નમી ગયો હતો અને ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિ હોય આ બાબતે પીજીવીસીએલને અવારનવાર રજૂઆત કરી છતા તેમ છતા વીજ પોલ બદલાવા આવ્યો ન હતો.

Gujarati News: ગુજરાતમાં નવું વાહન ખરીદશો તો હવે નંબર પ્લેટ સાથે જ મળશે, જાણો નવા નિયમો

હવે આ ઘટનાને પગલે પોરબંદર શહેરમાં પીજીવીસીએલની બેદકારીના કારણે આઠ વર્ષના બાળકે જીવ ગુમાવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની ગુસ્સાથી ભરાયેલી નજર હવે જાણે કે પીજીવીસીએલના જવાબદારોને શોધી રહી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ પોલને લઈને આગામી સમયમાં કોઈ મોટી માથાકુટ ઊભી થાય તેવી સંભાવનાઓ પણ સ્થાનીકો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.

ADVERTISEMENT

(જીતેશ ચૌહાણ, પોરબંદર)

    follow whatsapp

    ADVERTISEMENT