પોરબંદરમાં હિટ એન્ડ રનની ઘટના, કાર ચાલકે 5 લોકોને કચડ્યા, મહિલા TRB જવાનનું મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Porbandar Hit and Run: અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ કાંડની શાહી હજુ ભુસાઈ નથી ત્યારે પોરબંદરમાં વધુ એક નબીરાએ હિટ એન્ડ રનની ઘટના સર્જી છે. પોરબંદરમાં સોમવારની રાત્રે કર્લી જળાશય નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બેફામ કાર ચાલકે પાંચ જેટલા બાઇક અને સ્કુટરને હડફેટ લીધા હતા. આ ઘટનામાં 5 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા જેમાં ટ્રાફિક સહાયક તરીકે ફરજ બજાવતી એક યુવતિનુ મોત થતા ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી. અકસ્માત સર્જીને કારચાલક નાશી છૂટ્યો હતો.

કાર ચાલકે ટક્કર મારતા જળાશયમાં પડ્યા લોકો

પોરબંદરમાં તથ્યકાંડની યાદ અપાવતો કિસ્સો સામે આવતા શહેરભરમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી. સોમવારની રાત્રેના શહેરના પ્રવેશદ્રાર કર્લી જળાશય ખાતે બેફામ બનીને દોડતા એક કારના ચાલકે ત્રણ બાઈક અને બે સ્કુટરને હડફેટે લીધા હતા. જેમાં અમદાવાદ ખાતે રહેતા એક પરિવારના બે સભ્યો કર્લી જળાશયમાં ખાબકયા હતા. તેમને ફાયર બ્રિગેડે સલામતી પૂર્વક બહાર કાઢી અને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.

ADVERTISEMENT

મહિલા TRB જવાનનું અકસ્માતમાં મોત

આ બનાવમાં ટ્રાફીક સહાયકમાં ફરજ બજાવતી શિવાની લાખાણી નામની યુવતીનો સારવાર દરમ્યાન મોત થયું હતું. આ બનાવને લઇ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઇ હતી અને અકસ્માત સર્જનાર કાર ચાલકની શોઘખોળ શરૂ કરી છે.

કાર ચાલક નશામાં હોવાની માહિતી

પ્રાથમિક માહિતી અનુસાર કાર ચાલક નશો કરેલી હાલતમા હોવાનું મનાઈ રહ્યું છે. બે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર બનતા તેમને સારવાર માટે અમદાવાદમાં ખસેડવામાં આવ્યા છે. પોરબંદર શહેરમાં બેફામ બનીને દોડતા વાહનચાલકોને કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે. પોલીસની નિષ્ક્રિયતાને કારણે રસ્તે જતા નિર્દોષ લોકોને જીવ ગુમાવવા પડી રહ્યા છે.

ADVERTISEMENT

(જીતેશ ચૌહાણ, પોરબંદર)

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT