પોરબંદર: ગરબા માટે પુત્રીને ઇનામ આપ્યા બાદ તેના પિતાને બોલાવી હત્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

પોરબંદર : ગરબામાં ઇનામ જીતવાની ખુશી એક પરિવાર માટે મોતનું કારણ બની ગઇ. એક તરફ 11 વર્ષની એક બાળકીને બેસ્ટ ગરબાનું ઇનામ આપવામાં આવ્યું તો બીજી તરફ પિતાની હત્યા કરી દેવામાં આવી. ગરબામાં ઇનામ જીતવાની ખુશી એક પરિવાર માટે થોડા જ સમયમાં મોતના માતમમાં બદલી ગઇ. એક તરફ 11 વર્ષની એક બાળકીને બેસ્ટ ગરબાનું ઇનામ આપવામાં આવ્યું તો આયોજકોએ જ તેના પિતાની માર-મારીને હત્યા કરી દીધી.

7 લોકોએ ઢોર માર માર્યો

ગુજરાતના પોરબંદરમાં 7 લોકોએ હત્યાને અંજામ આપ્યો, તેને પોલીસે હવે ધરપકડ કરી લીધી છે. બાળકની માંએ આયોજકોને ફરિયાદ કરી હતી કે તેની પુત્રીએ બે ઇવેન્ટમાં જીત પ્રાપ્ત કરી, જો કે એક જ પ્રાઇઝ આપવામાં આવી ત્યાર બાદ ઝગડો એટલી હદે વધી ગયો કે બાળકીના પિતાને મારી નાખવામાં આવ્યો.

ડીએસપી રુતૂ રાબાએ આપી સમગ્ર માહિતી

ડીએસપી રુતુ રાબાના અનુસાર પીડિત સરમન ઓડેદરા પર પોરબંદરમાં કૃષ્ણા પાર્ક સોસાઇટીની પાસે મંગળવારે રાત્રે 2 વાગ્યે 7 લોકોએ લાઠી-ડંડા અને ધારદાર હથિયારથી હુમલો કરી દીધો. રાબાએ કહ્યું કે, હત્યામાં રહેલા તમામ સાત આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓમાં રાજા કુચડિયા, રાજુ કેશવાલા, રામદે બોખિરિયા, પ્રતીક ગોરાનિયા અને તેના ત્રણ સાથીઓનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

બાળકીના ગીફ્ટ મામલે વિવાદ વકર્યો અને હત્યા થઇ

FIR અનુસાર આરોપીઓએ કૃષ્ણા પાર્કમાં શાળા નજીક ગરબાનું આયોજન કર્યું હતું. પાસમાં જ ઓડેદરા પરિવાર પણ રહે છે. આડેદરાની પત્ની માલીબેને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અપાયેલી ફરિયાદમાં જણાવ્યું કે, સોમવારે રાત્રે તેમની 11 વર્ષની પુત્રી ગરબા ગાઇને પરત આવી હતી. તેણે જણાવ્યું કે, બે ઇવેન્ટમાં તેને જીત મળી છે પરંતુ ઇનામ એક જ આપવામાં આવ્યું છે. માલિબેન આ ફરિયાદ સાથે આયોજકો પાસે પહોંચ્યા હતા.

આયોજકોએ નાનકડી ગીફ્ટ માટે હત્યા કરી નાખી

માલિબેનની ફરિયાદ સાંભળવાને બદલે આયોજકોએ તેમની સાથે ગેરવર્તણુંક કરી હતી. ત્યાર બાદ કુચડિયા અને બોખિરિયા પણ ઘટના સ્થળે આવ્યા અને તેમણે માલિબેન સાથે ઉગ્ર બોલાચાલી કરીને તેમને મારી નાખવાની ધમકી પણ આપી દીધી. ફરિયાદ અનુસાર કુચડિયા અને કેશવાલાની પત્નીએ પણ માલિબેનને ગાળો ભાંડી હતી. રાત્રે એક વાગ્યે માલિબેન પોતાની પુત્રીને લઇને પરત ફર્યા હતા.

ADVERTISEMENT

સમગ્ર મામલે ચકચાર મચી ગઇ

માલિબેને પોતાના પતિ સાથે ઘરની બહાર બેઠા હતા ત્યારે ચાર મુખ્ય આરોપી અને તેના ત્રણ સાથી બાઇક પર ત્યાં આવ્યા અને માલિબેનના પતિને મારવા લાગ્યા હતા. ત્યાર બાદ આરોપીઓ માલિબેનના પતિને બાઇકમાં બેસાડીને ગરબાના સ્થળે લઇ ગયા હતા. ત્યાં અનેક લોકોને સામે ઢોર માર મારવાનો શરૂ કર્યો. ત્યાં સુધી ઢોર માર માર્યો જ્યાં સુધી પોલીસ ન આવી પહોંચી. ઓડેદરાને પોલીસ હોસ્પિટલ લઇ ગયા જો કે તેમનો જીવ બચાવી શકાયો નહોતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT