નરેશ પટેલને લઈ ફરી ગરમાયું રાજકારણ, આટકોટમાં એક મંચ પર જોવા મળ્યા ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી ગુજરાતમાં છેલ્લા ઘણાં વર્ષોથી એક નામ એવું છે જે ચૂંટણી પહેલા સતત ચર્ચામાં આવે છે. એ છે ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલનું. વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક રાજકીય ડ્રામા થયા હતા કે નરેશ પટેલ રાજકારણમાં સક્રિય થઈ રહ્યા છે. ભાજપ કે કોંગ્રેસ ? કોનો હાથ પકડે તે અટકળો લગાવવામાં આવી રહી હતી. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા નરેશ પટેલને લઈ ફરી રાજકારણ ગરમાયું છે. કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને જનતાની આરોગ્ય સેવા કરતા  એક વર્ષ પૂર્ણ થયું ત્યારે વધુ વ્યવસ્થા અને ઈન્ફરાસ્ટ્રક્ચર થકીના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ  કરવામાં આવ્યું હતું, આ લોકાર્પણ કાર્યક્રમમાં CM, સી.આર.પાટીલ અને નરેશ પટેલ એક મંચ પર જોવા મળ્યા હતા, જેને લઈ ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે.

નરેશ પટેલ અને રાજકારણ આ બંને કોઈ ને કોઈ રીતે જોડાયેલ હોય તેવા દ્રશ્યો અનેક વખત સામે આવી ચૂક્યા છે. આ દરમિયાન ફરી એક વખત જાહેરમાં ભાજપના નેતા સાથે એક મંચ પર નરેશ પટેલ જોવા મળતા રાજકીય ચર્ચાઓએ વેગ પકડયું છે. કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું મહત્વ જોવા મળ્યું હતું. નરેશ પટેલના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો તેમજ ડૉ.ભરત બોઘરાએ નરેશ પટેલનું સન્માન કર્યું હતું. નરેશ પટેલ અને ડૉ.ભરત બોઘરા એક મંચ પર આવતા ભારે ચર્ચાઓ થઈ રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય માહોલ તૈયાર થવા લાગ્યો હોય તેવા દ્રશ્યો સ્ટેજ પર જોવા મળ્યા હતા.

સમારોહનું સ્ટેજ બન્યું ચર્ચાનો વિષય
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું હતું. આ ઉદ્ઘાટનમાં નરેશ પટેલને સાઇડલાઇન કરવામાં આવ્યા હોય તેમ ન તો આમંત્રણ હતું ન તો આમંત્રણ પત્રિકામાં નામ હતું. ત્યારે હવે કાર્યક્રમમાં નરેશ પટેલનું વધુ મહત્વ જોવા મળતા રાજકીય ચર્ચાઓએ વેગ પકડ્યો છે. જોવાનું રહ્યું કે નરેશ પટેલ રાજકારણમાં જોડાય છે કે પછી ડર વખતની જેમ તારીખ પે તારીખ કરે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT