યુવરાજસિંહ અને બિપિન ત્રિવેદીનું ચેટ-CCTV ફૂટેજ સામે આવ્યા, નેતાઓની સંડોવણી પર રેન્જ IG શું બોલ્યા?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગર: ભાવનગરમાં ગઈકાલે યુવરાજસિંહને ડમીકાંડમાં પૈસાની લેતીદેતી મામલે પૂછપરછ માટે બોલાવ્યા હતા. જ્યાં 8 કલાક લાંબી પૂછપરછ બાદ યુવરાજસિંહની ભાવનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં રેન્જ IGએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને યુવરાજસિંહે બે વ્યક્તિઓ પાસેથી ડમીકાંડમાં નામ જાહેર ન કરવા માટે 1 કરોડ લીધા હોવાનું જણાવ્યું હતું. આજે યુવરાજસિંહને ફરી વધુ પૂછપરછ કરાઈ જે બાદ ફરી રેન્જ આઈજી ગૌતમ પરમારે પત્રકાર પરિષદ કરી હતી અને કેટલાક વધુ ખુલાસાઓ કર્યા હતા.

બિપિન ત્રિવેદી અને ઘનશ્યામે 10 લાખ લીધા
રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, યુવરાજસિંહને મેં પૂછ્યું હતું કે, તમે ગઈકાલે કેટલાક રાજકીય નેતાઓ પર આક્ષેપ કર્યા છે તે મામલે કોઈ પુરાવા છે તો તમે મારી હાજરમાં સ્પષ્ટ કહ્યું કે તેમની પાસે આ પ્રકારના કોઈ પુરાવા છે નહીં. તેમની વધુ પૂછપરછ કરતા જણાવ્યું કે મેં કેટલાક લોકોના કહેવાથી આ નામ આપ્યા હતા. કારણ કે મને ધરપકડની શંકા હતી. અન્ય કઈ ભરતી પ્રક્રિયામાં કૌભાંડ થયા છે, તે માહિતીની પૂછપરછમાં તેમણે કહ્યું કે હું સમય આવ્યે તમને જણાવીશ. વધુમાં આઈજીએ જણાવ્યું કે, આજે બે અન્ય આરોપીની પણ અટકાયત કરવામાં આવી છે. ઘનશ્યામ લાંધવા અને બિપીન ત્રિવેદીએ તોડકાંડમાં 10 ટકા ભાગ હતો એટલે તે બંન્ને પાસેથી 10 લાખ રૂપિયા રિકવર કરવાની પક્રિયા હાથ ધરાઈ છે.

ADVERTISEMENT

તેમણે વધુમાં કહ્યું, નારી ચોકડીની બેઠકનું યુવરાજસિહે પણ કબૂલ્યું છે અને કહ્યું અમે ફક્ત મળ્યા હતા, ઘણા CCTV ફૂટેજ ડિલીટ પણ કરવામાં આવ્યા જેણે FSLની મદદથી રિકવર કરવામાં આવશે. તેમજ CDR અને CCTV સહિતના પુરાવા પોલીસ પાસે છે, તમામ આરોપીઓના લોકેશન એક્ઝેટ મેચ થઈ રહ્યાં છે. એક સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ છેલ્લો હપ્તો લઈ કોમ્પ્લેક્ષમાં ચડતો દેખાઈ રહ્યો છે. નાણાંકીય વ્યવહાર પોલીસ તપાસમાં સ્પષ્ટ થયો છે, બિપીન ત્રિવેદી અને યુવરાજસિંહ વચ્ચેની એક ચેટ પણ સામે આવી છે, તમામ પુરાવા મીડિયાને આપવામાં આવશે. હાલમાં શિવુભાની શોધખોળ ચાલી રહી છે તેમજ રાજૂ નામના શખ્સની ઓળખ થઈ ચૂકી છે અને કાર્યવાહી થઈ રહી છે. તેમજ આર.કેનું આખુ નામ રમેશભાઈ કરમશી છે તેની પણ શોધખોળ ચાલી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT